નર્મદા

કેવડિયામાં SRP ગ્રૂપ- 18ના 14 નંબરના બ્લોકમાં પાંચમા માળથી પડી જતાં જવાનનું મોત

કેવડિયામાં પીએમ મોદીના એકતા દિવસના દિવસે યોજાનારા કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કેવડિયા એસઆરપી ગૃપના -18 માટેના 14 નંબરના બ્લોકના પાંચમા માળેથી પડી જવાથી એક જવાનનું મોત થયું છે. મૃતક એસઆરપી. જવાન નરેન્દ્ર ગંગારામ વસાવા મુળ સાગબારા તાલુકાના ઉભારીયા ગામનો રહેવાસી છે. તે હાલ કેવડિયામાં એસઆરપી ગૃપના જવાનો માટેના આવાસના 14 નંબરના બ્લોકમાં પાંચમા માળે આવેલાં રૂમ નંબર 507માં રહેતો હતો.

27મીએ તે આકસ્મિક રીતે બ્લોકના પાંચમા માળેથી નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. સલામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક પાંચમા માળેથી કેવી રીતે પડી ગયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર જિલ્લાનું પોલીસતંત્ર 30 અને 31મીના રોજ વડાપ્રધાનના કેવડિયા ખાતે આયોજીત કાર્યક્રમમાં વ્યસ્ત છે તેવામાં જ આ ઘટના બની હતી.

Related Articles

Back to top button