સેલંબા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોટપાડા ગામે સ્મશાન પાસે પાંચ મહીના પહેલાં નાળા પર કરવામાં આવેલ સ્ટ્રચરમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી
ગોટપાડા સ્મશાન તરફ પહેલાં વરસાદમાં નાળા પરનું ફડચી તુટી જતાં વિધાર્થીઓ અને દફનવિધી માટે તકલીફ વધી

નર્મદા સાગબારાના ગ્રામ પંચાયત સેલંબામા સમાવિષ્ટ ગામ ગોટપાડા ગામે સ્મશાન તરફ જતાં રસ્તા પરનું નાળા પર પાંચ મહીના અગાઉ કરવામાં આવેલ ફડચી પહેલાં વરસાદે જ તુટી જતાં દફનવિધિ અને વિધાર્થીઓની ખુબ જ તકલીફ વધી જવા પામી છે.
ગોટપાડા ગામે પાંચ મહીના આગાઉ કરવામાં આવેલ નાળા પરનું પાકુ બાંધકામ પહેલાં વરસાદે જ તુટી જતાં વિદ્યાર્થી અને દફનવિધીની ક્રિયા માટે સ્મશાનમાં જવા -આવવા માટે રસ્તો જ તુટી જતાં ધણી મુશ્કેલીઓ સર્જાઈ છે. તુટેલુ બાંધકામ જોતાં ફકત રેતીનો કાચો માલ ભરી ફકત ઉપર પાતળું પીસીસી કરીને કામના નામે વેઠ ઉતારવામાં આવી હોય તેવું દેખાય રહ્યું છે. જે લોકો માટે સમસ્યાને હલ કરવા માંગણી કરાઈ હતી. તેને મશ્કરી કરી હોય એવુ જણાઈ છે. તેના કામણે ગામ લોકોની સમસ્યા જે હતી, તે નકામું સ્ટ્રકચર બાંધકામના કારણે સમસ્યા જેમની તેમ છે. જે બાંધકામથી સરકારી યોજનાઓ લોકોના કલ્યાણ માટેની નહી, પરંતું તે અમુક વર્ગના લોકોના ગજવા ભરાવાની સાબિત થઈ છે. જે બાબતમાં વહીવટીતંત્ર અને સરકાર આવા થતાં ઢોંગ વગરના બાંધકામ પર ધ્યાન નહી આપે તો દેશ પર નકામો બોજો ઝીકાય દેશની પ્રજાના માથે લટકશે.




