ભરૂચ

વાલીયાના ભિલોડ ગામમાં મિત્રને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો

વાલિયાના ભિલોડ ગામમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ભીલોડ ગામના સ્મશાન પાસે ઝાડીઓમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેના વિરુધ્ધ હત્યાનો ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંને મિત્રો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો

ગત તારીખ-26મી ઓક્ટોબરના રોજ વાલિયા તાલુકાના ભિલોડ ગામના મંદિરમાં રહેતા બુધિયા ઈશ્વર વસાવા અને સોમા વસાવા બંને મિત્રો વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો થતા આવશેમાં આવી ગયેલા સોમા વસાવાએ મિત્ર બુધિયા વસાવાને પગના ભાગે ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.જ્યાં બુધિયા વસાવાનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી સ્મશાનની ઝાડીઓમાં સંતાયેલો હતો

આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આરોપી સોમા મંગાભાઇ વસાવા હાલમાં ભીલોડ ગામના સ્મશાન પાસે આવેલી ઝાડીઓમાં સંતાયેલો છે. આ માહિતીના આધારે પોલીસે તે વિસ્તારમાં તપાસ કરતા સ્મશાન નજીક ઝાડીઓમાંથી આરોપી સોમા મંગાભાઇ વસાવાને ઝડપી પાડ્યો હતો. તેના વિરુધ્ધ વધુ તપાસ વાલીયા પોલીસ ચલાવી રહી છે.

Related Articles

Back to top button