વ્યારામાં SBI ATM ચોરીમાં સંડોવાયેલા બે આરોપી પાંચ દિવસના રિમાન્ડ મંજુર

વ્યારામાં છ દિવસ પહેલા મધ્યરાત્રી એ ત્રણ વાગે ટચ કરો એ મુખ્ય માર્ગ પર આવેલા SBIના ATM મશીનને કટરથી કાપી 44 લાખની ચોરી કરી છે.જે કેસમાં પોલીસ દ્વારા બે આરોપીને અટક કરી હતી જ્યારે ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા બે વિવિધ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર જજ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગત 24 મી ઓક્ટોબર ના રોજ વ્યારા ના કાનપુરા વિસ્તારમાં આવેલા એક એટીએમ મશીન ને પાંચ તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટરથી મશીન કાપી અંદર મુકેલા 44 લાખ ચોરી કરી ભાગી ગયા હતા. જે ચોરીના કેસમાં વપરાયેલા એક ટેમ્પા ના આધારે પોલીસે ગુના નો ભેદ ઉકેલ્યો હતો.જેમાં કેસમાં પોલીસે ટેમ્પો ચાલક પ્રશાંત ઉર્ફે પશીયો રામુ પવાર (રહે. સૂરાલી તા.બારડોલી ) ને તમેજ ટીપ આપનાર લાલસિંહ મોતીલાલ ડોહરી (રહે માંડવી,સુરત ) ની અટક કરી તેમની પાસે 4.64 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે કેસ માં વ્યારા PI એન.એસ.ચોહાણ ની ટીમ દ્વારા બે આરોપી ને વિવિધ તપાસ જેમાં વધુ મુદ્દામાલની રિકવરી, ગુનામાં વપરાયેલા સાધનો ,ત્રણ આરોપીની તપાસ સહિત અન્ય તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 07 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરતા નામદાર જજ દ્વારા બે આરોપી ના 05 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું હતો.



