નર્મદા

દેડિયાપાડામાં ખેડૂતો ઓછા ભાવથી ખાનગી વેપારીઓને જણસો વેચવા મજબૂર

દેડિયાપાડા APMCમાં મકાઇ અને મગના પાકની ખરીદી કરવામાં આવતી ન હોવાથી ખેડૂતો વેપારીઓને ઓછા ભાવથી પાકનું વેચાણ કરવા માટે મજબુર બન્યાં હોવા બાબતે સાંસદે નર્મદા કલેકટરને રજૂઆત કરી છે.

મનસુખ વસાવાએ કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યાં અનુસાર દિવાળીના તહેવાર હોવાથી ખેડૂતો દેડિયાપાડા APMCમાં ખેતીની જણસો વેચવા માટે ગયા હતાં પણ ત્યાં મગ અને મકાઇની ખરીદી કરવામાં આવતી નથી. APMCમાં મગ અને મકાઇની ખરીદી નહિ કરાતાં ખેડૂતો ઓછા ભાવથી વેપારીઓને વેચવા માટે મજબૂર બની ગયાં છે. દેડીયાપાડા વિસ્તારમાં વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છે જેમાં APMCની પણ ખાનગી વેપારીઓ સાથે સાઠગાઠ હોવાનું લાગી રહયું છે. ખેડૂતોના મકાઇ અને મગની APMCમાં યોગ્ય ભાવથી ખરીદી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સાંસદે કલેકટર સમક્ષ માગણી કરી છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, કાચા માલની કિંમત નક્કી કર્યા પછી વેપારી ખેડૂતને એ કિંમત આપતો નથી. ટેમ્પાનું ભાડુ અને દોડધામમાંથી બચવા માટે ના છુટકે ખેડુત વેપારી જે પૈસા આપે એ લઈ લે છે. આ રીતે દેડિયાપાડાના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

Related Articles

Back to top button