ડાંગ

સુબીરનાં નિશાણા ગામે ટ્રેકટર પલટી મારી જતા ચાલકનું મોત

સુબીર તાલુકાના નિશાણા ગામે રહેતા ઈશ્વરભાઈ રમેશભાઈ પવાર (ઉ. વ.32) ટ્રેક્ટર (નં.GJ-30-A-3671) પર સવાર થઈ ખરડાંડી ફળિયાથી સ્મશાન ભૂમિ તરફ જતા રોડ પરથી પોતાના ખેતરમાં ખેતીનું કામ કરવા જતા હતા. તે દરમિયાન દેવજીભાઇ હોન્યાભાઈ વળવીના ખેતર પાસે પહોંચતા ટ્રેકટર ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડની ડાબી સાઈડે કોતરમાં ટ્રેકટર પલટી ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં ચાલક ઈશ્વરભાઈને શરીરે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અકસ્માતનો સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button