ડાંગ

ગિરિમથક સાપુતારામાં એસ.ટી બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન

શું કોઈ કામ બાકી છે?, કે પછી ઉદ્દઘાટન માટે કોઈ મોટા કદના નેતાની રાહ જોવાઇ છે?

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના બનેલા બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. બસ સ્ટેશન તૈયાર હોવા છતાં તેના લોકાર્પણ માટે એસટી તંત્ર કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તે ખબર જ નથી. દરરોજ શાળા કોલેજ આઈ.ટી.આઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં રસ્તા ઉપર ઉભા રહેવા મજબૂર બન્યા છે. જયારે એસટી બસ પણ બસ સ્ટેશનની બહાર રોડના સાઈડમાં પાર્ક કરાતા પસાર થતા વાહનો અને પસાર થતા પ્રવાસીઓ માટે અડચણરૂપ બને છે.

બસ સ્ટેશનનું લોકાર્પણ ન થતા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ પણ તડકા અને વરસાદમાં પલળીને બસની રાહ જોવા મજબૂર બન્યા છે. ઘણા સમયથી બસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયેલું હોવા છતાં પણ રાજ્ય પરિવહન વિભાગ દ્વારા લોકાર્પણ કરવામાં આવતું નથી. ગિરિમથક સાપુતારા ખાતે બસ સ્ટોપ હોવા છતાં મુસાફરો અને પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારમાં ઘણા મુસાફરો સાપુતારા ખાતે આવે છે. તેમ છતાં ક્યાં કારણોસર બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવતું નથી તે લોકોને સમજાતું નથી.

સાપુતારા ખાતેના રાજ્ય સરકાર દ્વારા બસ ડેપોનું નિર્માણ તો કરાયું છે, પરંતુ એસટી બસ સ્ટેશન ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. ખાનગી વાહાનો બસ સ્ટેશનના અંદર પાર્ક થાય છે. જ્યારે બસ બસ સ્ટેશનના બહાર પાર્ક કરવામાં આવી રહી છે. પ્રવાસે આવેલા મુસાફરોને સુવિધાઓ હોવા છતાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. જો સત્વરે લોકાર્પણ કરવામાં આવે તો સ્થાનિક લોકો સહિત મુસાફરો અને પ્રવાસીઓ પણ મુશ્કેલીમાંથી મુક્ત થાય તેવું લોકોનું માનવું છે.

Related Articles

Back to top button