વ્યારાના બેડકુવાદૂર ગામે ડાંગર કાઢતી વખતે ચાલુ થ્રેસર મશીનમાં આવી જતા મોત

વ્યારાના બેડકુવાદૂર ગામની સીમમાં એક ખેતરમાં ડાંગર કાઢતી વખતે ચાલુ થ્રેસર મશીનમાં નીચે ઉતરવા જતાં એક યુવક મશીનના ભાગે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે વ્યારા બાદ સુરત ખસેડાયો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન 30/10 /24ના રોજ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામમાં ઘાણી ફળિયામાં હેમંતભાઈ ખાલપાભાઇ ચૌધરી ઉંમર 20 તેના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજારે છે.ગત 29 મી તારીખના રોજ ગામમાં આવેલ એક ખેતરમાં હેમંતભાઈ ચૌધરી થ્રેસર મશીનમાં ડાંગર કાઢતી વખતે ચાલુ થ્રેસર નીચે ઉતરવા જતા કોઈ કારણસર તેમનું બેલેન્સ બગડ્યું હતું.
તેમનો જમણો પગ ટ્રેક્ટર અને ઠેસરના જોઈન્ટ માં આવી જતા તેમણે જમણા પગના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વ્યારા ત્યારબાદ સુરત ખાતે ખસેડાયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં 30 મીના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ અંગે કાકરાપર પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એસ આઈ હેમંતભાઈ મનુભાઈ હાથ ધરી છે.




