નર્મદા
ડેડીયાપાડાના અણદુ ગામના યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈ લીધો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામના યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીયાપાડા તાલુકાના અણદુ ગામના વિરસીંગભાઈ ગીમ્બાભાઈ વસાવાએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમનો પુત્ર પ્રતિકભાઈ વિરસીંગભાઇ ગત રોજ સાંજના સમયગાળા દરમિયાન પોતાના ઘરેથી તેમ કુટુંબીજનોને જાણ કર્યા વગર ક્યાંક નીકળી ગયા બાદ પોતાના ઘરે પરત આવ્યો નથી. ત્યાર બાદ આજ સવારે તેમના ઘરની પાછળ આવેલ ખેતરના શેઢે કોઈ અગમ્ય કારણસર સાગના ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ લટકી જતા મોતને ભેટ્યો હતો. ડેડીયાપાડા પોલીસે આ મુદ્દે યુવાનના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.




