બારડોલીના સરભોણમાં અસામાજિક તત્વોએ ખેડૂતની શેરડી સળગાવી

બારડોલી તાલુકાના સરભોણ ગામના ખેડૂત નીરવકુમાર નટવરભાઈ પટેલની 3 વીઘા શેરડી સળગાવી દેવામાં આવી હતી. શેરડીનો પાક તૈયાર થઈ ગયો હતો અને સુગર ફેકટરી શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની છે.
વિગતે વાત કરીએ તો, ખેતરમાં પાણીની પાઈપલાઇન પણ તોડી નાખવામાં આવી હતી અને ભાઈબીજના દિવસે ખેતરમાં મુકેલ દીવો અને દાટેલી કુલડી પણ કાઢીને ફેંકી દીધી હતી. ગત વર્ષે પણ સરભોણમાં આવી જ ઘટના બની હતી. આ બીજી વાર બનેલી ઘટનાથી ખેડૂતોમાં રોષ છે અને તેઓ સ્થાનિક પોલીસ પાસેથી આવા તત્વો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ ઘટનાથી અન્ય ખેડૂતોમાં પણ ભય છે. તેઓને ડર છે કે તેમના પાકને પણ નુકસાન પહોંચાડવામાં આવી શકે છે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને ખેતરોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે. તેઓ માને છે કે જો આવા તત્વો સામે અંકુશ નહીં આવે તો ખેડૂતો માટે ખેતી કરવી મુશકેલ બની શકે છે.




