નવસારી

ગણદેવીમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો લઇ જીવન ટૂંકાવ્યું

આજકાલ સગીરવયના બાળકો, કિશોરો દ્વારા આત્મહત્યા કરવાના બનાવવામાં ચિંતાજનક વધારો થયો છે. પોતાને પડતી મુશ્કેલી અંગે કોઈને પણ જણાવ્યા વગર કિશોરો સીધુ જ અંતિમ પગલું ભરે છે. આવો જ કંઈક બનાવ નવસારીના ગણદેવી તાલુકાના એક ગામમાં નોંધાયો છે. જેમાં એક 17 વર્ષીય 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લઈ જીવન ટૂંકા આવતા પરિવાર તેમ જ ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતી વિદ્યાર્થીનીએ ગઈકાલે સવારે 7:15 થી 8:30 ની વચ્ચે પોતાના ઘરના વચ્ચેના રૂમમાં લોખંડના એંગલ સાથે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટો બાંધી ગળે ફાંસો લીધો હતો જે અંગે થોડા સમય બાદ પરિવારને જાણ થતા તાત્કાલિક બીલીમોરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી જે બાબતે પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી. જે મામલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ કરતાં HC મનીષભાઈ શાંતિલાલ જણાવે છે કે સગીરના આત્મહત્યાને લઈને પરિવાર પણ કારણ જાણી શક્યું નથી, યુવતીના આત્મહત્યા પાછળ શું કારણ હોઈ શકે છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button