કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાનો આરોપી માંગરોળના વાંકલ ગામેથી ઝડપાયો

માંગરોળના વાંકલ ગામેથી SOGની ટીમે કચ્છના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ સુરત જિલ્લામાં દારૂના ગુના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની સૂચના SOGને આપવામાં આવી હતી. PI બી.જી.ઈસરાણીની સુચના અને PSI વી.આર ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ SOG શાખાની અલગ અલગ ટીમો દારૂના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે બનાવી હતી.
આ દરમિયાન SOGના હે.કો. ગીરીરાજસિંહ અશોકસિંહ અને પો.કો. અમૃતભાઈ ધનજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે કચ્છ જિલ્લાના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામા સંડોવાયલો વોન્ટેડ આરોપી શ્યામ મુકેશભાઇ હિરાણી હાલ વાંકલ ગામે બજારમાં ધરતી સોડા દુકાનની ઉપર રહે છે. તે મુખ્ય માર્ગ ઉપર ઉભો હોવાની બાતમી મળી હતી. જેને આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવતા આરોપી ઝડપાઈ ગયો હતો આરોપીને હાલ માંગરોળ પોલીસને હવાલે કરાયો છે.




