માંડવી

માંડવીના લાખ ગામના મુખ્ય માર્ગ પર ડેરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોની સફાઇ કરી રસ્તા પર પાણી ઠલવાતા લોકોમાં આક્રોશ

માંડવી તાલુકાના લાખગામ મુખ્ય માર્ગ પર રોડની બાજુમાં દૂધડેરી આવેલી છે દૂધડેરીના ઉપયોગમાં લેવાતાં સાધનોની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જે પાણી રસ્તા પર ઠાલવવામાં આવી રહ્યું છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે જેના પગલે પ્રદૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ગામના લોકો કામકાજ અર્થે જતાં લોકો વાહનવ્યવહાર માટે મુખ્ય માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે પાણી આવી જતાં સલામતીના ભાગરૂપે પસાર થઈ અવર જવર કરવું પડે છે ઘણીવાર કપડા પર ગંદુ પાણી ઉડવાની ઘટના પણ બનતી હોય છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

અગાઉ રોડ સાઈડમાં ખાડો ખોદી પાણીનું નિકાલ કરવામાં આવતું હતું પણ એ ઉપાય પણ ખૂબ જોખમી હતો તેમજ અગાઉ બનેલી ગટરનું પુરાણ પણ થઈ ગયું છે જેથી પાણી રસ્તા પર આવી રહ્યું છે હવે પાણીનો નિકાલ કરવા યોગ્ય ઉપાયની લોકમાંગ ઉઠી છે પાણી રસ્તા પર ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રદૂષિત પાણીમાંથી જ પસાર થવું પડે છે. વારંવાર સર્જાતી સમસ્યાથી ગામના લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે યોગ્ય ઉપાય કરીને પાણી નિકાલ કરવા માટે માંગ થઈ રહી છે.

Related Articles

Back to top button