માંડવી સુગરના સભાસદો તથા મજૂર વર્ગને ન્યાય અપાવવા સંદિપ શર્માના પ્રયાસોના પરિણામની આશા જીવંત દેખાય રહી છે

માંડવી ખાંડ ઉદ્યોગ ફેક્ટરી સ્થાનિક ગરીબ આદિવાસી નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની હતી તથા અનેક લોકોને રોજેરોટી પણ મળી રહી હતી પરંતુ ફેક્ટરી બંધ થઈ જતા ખેડૂતો સહિત મજૂરો વર્ગ પર મોટી આફત આવી પડી હતી.
માંડવી સુગર ઘણા સમયથી બંધ પડી હતી આગેવાનો દ્વારા બંધ સુગરને કાર્યરત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. એવા સંજોગોમાં તંત્ર દ્વારા માંડવી સુગરને હરાજી કરી મામુલી રકમમાં ખાનગી કંપનીને સુપ્રત કરી હતી અને સ્થાનિક વિરુદ્ધ વચ્ચે પણ ખાનગી કંપનીના માલિકો દ્વારા થોડા દિવસો પહેલા શેરડી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં શેરડીનું પીલાણ પણ શરૂ કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે. આવા સંજોગોમાં ખેડૂતો તથા મજૂરવર્ગને પણ પૂરતો ન્યાય મળે એના માટે માંડવી સુગર પ્રમુખ સંદીપભાઈ શર્માએ ખાંડ નિયામકને પણ જાણકારી આપતા ખાનગી કંપની દ્વારા શરૂ કરાયેલા પીલાણ નો વિરોધ નોંધાવ્યો હતો અને ખાંડ નિયામક કચેરી દ્વારા કાર્યવાહી અંગે જણાવ્યું હતું ત્યારબાદ ખાંડ નિયામક દ્વારા કરાયેલા આદેશ મુજબ જિલ્લા અધિકારી તપાસ માટે ખાંડ ઉદ્યોગની મુલાકાત લીધી હતી. સંદીપભાઈ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લા અધિકારીની સ્થળતપાસની જાણ થતા તેઓ સુગર ફેક્ટરી પહોંચ્યા હતા અને જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરી તપાસો કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં અને રિપોર્ટ આપવામાં આવશે. માંડવી સુગર ફેક્ટરી ખાનગી કંપની દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે માંડવી સુગરના પ્રમુખ સંદીપભાઈ શર્મા તથા રમેશભાઇ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી બાદ યોગ્ય પરિણામની આશા લોકો સેવી રહ્યા છે.




