અલગ ભિલપ્રદેશ મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને
'ભીલ પ્રદેશનો મુદ્દો ઉછાળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વોટબેંકની ઊભી કરવા માંગે છે'- મનસુખ વસાવા

આદિવાસી સમાજના આલગ ભીલ પ્રદેશની માગ સાથે દેડીયાપાડા પાડાના ધારાસભ્ય અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવતા નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. અલગ ભીલ પ્રદેશની માંગ સામે સાંસદ મનસુખ વસાવાએ ધરાર ના પાડી આ શક્ય નથીની વાત કરી રહ્યા છે અને આદિવાસી સમાજને આવી ખોટી માંગમાં નહિ ફસાવવા અપીલ પણ કરી રહ્યા છે.
બિરાસામુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભિલપ્રદેશની માંગણી ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાની સ્થાપના કરીને કરી છે. તેમનું કહેવું છે કે દેશમાં આદિવાસીઓની આટલી મોટી વસ્તી છતાં આદિવાસી સમાજની હાલત આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં સુધારી નથી એટલે અલગ રાજ્ય જો કરી દેવામાં આવે તો આદિવાસીઓનો વિકાસ થાય. જેમ તેલંગાણા અલગ કર્યું ઝારખંડ અલગ કર્યું એમ અમારો ભીલ પ્રદેશ કેમ અલગ ના થાય? આ બાબતને લઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના આગેવાનોને મળીશું… તેવી વાતને લઈને ધારાસભ્ય મક્કમ છે.
જ્યારે બીજી બાજુ દેડીયાપાડા ખાતે યોજાયેલ દેડીયાપાડા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમની સાથે ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, સંકર વસાવા, ચંદ્રકાંત લુહાર સહિત આગેવાન અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો હાજર હતા. જેમાં સાંસદ મનસુખ વસાવાએ નવા વર્ષની સૌને શુભેચ્છા આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવા હાંકલ કરી હતી. શિક્ષણની વાત કરી સરકારની આદિવાસી સમાજમાં રોડ રસ્તા, સ્કૂલો, કોલેજો આપી આવાસો અને સિંચાઇના સાધનો આપ્યા આવી અનેક યોજના આદિવાસીઓ માટે છે. જે ખૂબ ઉપયોગી હોવાની વાત કરી અલગ ભીલ પ્રદેશની માગ એ વાહિયાત માંગ હોવાની વાત કરી હતી.
અલગ ભીલ પ્રદેશનો ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે. કહે છે અમે એકતામાં માનીએ છે. ભેગા રહ્યા તો આજે ઘણો વિકાસ થયો. અલગ ભીલ પ્રદેશ શકય જ નથી. અગાઉ ભીલ પ્રદેશની માંગણી કરી ચળવળ ચવાનાર કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમજી ડામોરથી લઇને અનેક નેતાઓએ હાથિયાર હેઠા મુક્યા છે. તો હાલ શું થઈ સકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ લેવા આ રાજકીય સ્ટંટ છે. કાર્યકરોને કહ્યું સાંસદે ગામેગામ જઈને લોકોને સમજાવો મતદારોને ભીલ પ્રદેશની માંગને લઈને ભરમાવે છે. તેમને કાઉન્ટર કરોની જાહેર મંચ પરથી વાત કરી હતી. ત્યારે આ અંગે કેવી રાજનીતિ કેટલી ચરમ સીમાએ પહોંચે છે તે જોવું રહ્યું છે.




