તાપી

વ્યારાના માયાપુરમાં પ્રેમ સંબંધમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતા સંબંધમાં તિરાડ પડતાં મામલો પોલીસ સ્ટેશન પોહચ્યો

વ્યારાના માયાપુરમાં પૂર્વ પ્રેમીએ ઘરમાં ઘુસી વાળ પકડી ગાળો આપી હાથ અને લાતથી મારી દેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

વ્યારા તાલુકાના માયપુર વિસ્તારમાં રહેતી 65 વર્ષની આદિવાસી મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. સાથે રહેતી દીકરી ઘર કામ કરે છે. દીકરીને તરુણ સાથે ત્રણ વર્ષ પ્રેમ સબંધ રહ્યો હતો. ત્યારબાદ દીકરીએ લગ્ન કરવાનું કહેતા, પ્રેમ સંબંધમાં તિરાડ પડી હતી. જેથી વ્યારા તાલુકાના અન્ય યુવક સાથે દીકરીએ સગાઇ કરી હતી. જે તરુણે તોડાવી નાખી હતી. જેથી તેઓ વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી સોમવારે બંને પક્ષકારો આવ્યા હતા. કેસની બીજી મુદત પડતા દીકરી તેની માતા સાથે વ્યારાથી ઘરે જઈ રહી હતી. તે વખતે ગામની સીમમાં ઉભેલા પૂર્વ પ્રેમી તરુણે તેઓને જોઈને કહું હતું, કે મારા વિરુદ્ધમાં કોર્ટ કેસ ચાલતો છે, તે પરત ખેંચી લો નહિ તર તમોને મારી નાખીશ તેવી ધમકી આપી, ગાળો આપવા લાગ્યો હતો અને જાહેરમાં ઢીકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું, જેથી માતા પુત્રી ભાગીને નજીકમાં રહેતી માસીના ઘરમાં ઘુસી ગયા હતા. તેઓની પાછળ તરુણ પણ ઘરમાં ઘુસ્યો હતો અને દીકરીના માથાના વાળ પકડી ગાળો આપી હતી. હાથ તથા લાત વડે માર માર્યો હતો. તે વખતે વચ્ચે પડેલી માતા અને માસીને પણ ઢીકમુક્કીનો મારમાર્યો હતો. માસીને ધક્કો મારતા તેણી ઘરમાં મુકેલા કબાટ સાથે અથડાઈ હતી અને માથે ઇજા થઇ હતી. તે વખતે લોકો દોડી આવતા, તરૂણે કેસ ખેંચી લેજો નહિ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી જતો રહ્યો હતો.

ત્યારબાદ વ્યારા પોલીસ મથકે દીકરી એ તરુણ રાજેશભાઈ ચૌધરી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આપી હતી. પોલીસે ધાક ધમકી આપી, અપમાનિત કરી, ઇજા પહોંચાડ્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button