આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ બંધ કરવા બાબતે યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉગ્ર આંદોલન કરવા ચીમકી

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હોવાની વાતને લઈને વિદ્યાર્થીઓ અને આદિવાસી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબત નેપકડી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કેવડીયા ખાતે આવ્યા હતા. તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે એક આંદોલનની ઘોષણા કરી હતી.
આ બાબતે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોંફરન્સ કરીને જાણ કરી કે, આદિવાસી સમાજના લોકો ખૂબ ગરીબ હોય છે. તેઓને મળતી શિષ્યવૃત્તિથી તેમનું ભણતર ચાલતું હોય છે. ભાજપની સરકાર આદિવાસી વિરોધી સરકાર છે તેમને આદિવાસીઓ આગળ આવે તેમાં કોઈ રસ નથી, 50 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહી જાય છે. તો અમારી માગ છે કે, ફરીથી આ શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને લાભ થઈ શકે. આ નિર્ણય સરકાર પાછો ખેંચે, નહીં તો તાલુકે તાલુકે અને જિલ્લા મથકે, રાજ્ય મથકે પણ આંદોલન કરીશું, તેવી ચીમકી આપી હતી.




