બારડોલી

બારડોલીના લીનીયર ડેપો ઉપર બસે રાહદારીને અડફેટે લીધો

બારડોલીના લીનીયર બસ ડેપો મથકે બસ અડફેટે ચઢતા આધેડ રાહદારીનો પગ કચડાયો હતો. ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે લઈ જવાયો હતો.

બારડોલીના સુરતી જકાતનાકા નજીક આવેલ લીનીયર બસસ્ટેન્ડના વળાંક પાસે મોટર સાયકલ ઉપરથી ઉતરીને ઉભેલા 50 વર્ષીય સુશીલ રામુ લાડ રહે.ગંગાનગર, બારડોલીને પાછળથી ગફલતભરી રીતે આવેલી બસે અડફેટે લીધો હતો. વલસાડ ડિવિઝનના નવસારી ડેપોની નવસારીથી ઝાંપા જતી એસ.ટી બસ નં. GJ-18-Z-8351 બારડોલી આવી રહી હતી. આ સમયે તાતીથૈયાથી મોટર સાયકલ ઉપર આવી ડેપો નજીક પોતાના ઘરે પગપાળા જવા ઉભેલા સુશીલ લાડને બસના ચાલક જયપાલ જાડેજા રહે.હિંમતનગરે ગફલતભરી રીતે બસ હંકારી અડફેટે લેતા આધેડનો પગ કચડાયો હતો.

અકસ્માતના પગલે ભારે હોહા સાથે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જે દરમિયાન બારડોલી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે આવેલી પોલીસે ઇજાગ્રસ્ત સુશીલ લાડને જાતે ઉંચકીને રિક્ષામાં બેસાડી તેને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ઇજાગ્રસ્તની શારીરિક તપાસ દરમિયાન તેને પગમાં મોટું ફ્રેક્ચર હોવાનું નિદાન કરાયું હતું.

અકસ્માત ગ્રસ્ત આધેડના પુત્ર એ બનેલા અકસ્માતની ઘટનાને લઈને એસટી બસના ચાલક વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.

Related Articles

Back to top button