કુકરમુંડાના બોરીકૂવા ગામમાંમાં DGVCLના જીવંત વીજતાર તૂટતા શેરડીના ત્રણ ખેતરોમાં આગ લાગી

કુકરમુંડાની ચોખીઆમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ બોરીકુવા ગામની સીમમાં જીવંત વીજતાર તૂટીને ખેતરમાં પડતા 3 ખેતરમાં શેરડીનો ઉભો પાક બળી ગયેલ છે. બોરીકુવા ગામની સીમમાં જાલમસિંગભાઈ વંતાભાઈ વળવીનું સર્વે નંબર 50 વાળું ખેતર, રામદાસભાઈ ફત્યાભાઈ વળવીનું સર્વે નંબર 51 વાળું ખેતર તેમજ નીતિનભાઈ મુલચંદ ભાઈ ડાગાનું સર્વે નંબર 53 વાળું ખેતર આવેલ છે. આ ત્રણે સર્વે નંબરવાળા ખેતરોમાં ખેડૂતો દ્વારા શેરડીના પાકનું વાવેતર કરેલ છે. જે ખેતરોમાંથી DGVCLની ખેતરાડી વિસ્તારની જીવંત વીજતાર લાઈન પણ પસાર થાય છે. ગત બુધવારના રોજ બપોરે ખેતરોમાંથી પસાર થતી DGVCLની જીવંત વીજતાર તૂટીને ખેતરમાં પડી જવાના કારણે ત્રણેય ખેતરોમાં શેરડીના ઉભા પાકમાં આગ લાગવાની ઘટના બની હતી. જેથી આ ત્રણેય ખેતરોમાંથી અંદાજિત 10 એકર જેટલાં ક્ષેત્રફળ વિસ્તારમાં આવેલ શેરડીનો પાકો બળી ગયો હોવાનું જાણવા મળેલ છે.



