તાપી

વાલોડના કહેર ખાતે ડ્રેનેજ વર્કના લોખંડની પ્લેટ અને લાકડાની પ્લેટ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો

વાલોડના કહેર ખાતે ડ્રેનેજ વર્કના લોખંડની પ્લેટ અને લાકડાની પ્લેટ ચોરી કરવામાં આવી હતી, જે ચોરીનો ભેદ વાલોડ પોલીસે ઉકેલ્યો છે અને મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પેટા એન્જસી કામ કરતી હતી એ જ ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. પહેલા જે એજન્સીને કામ લાગ્યું હતું, એ એજન્સી સામાન ઘણા સમયથી લઈ ગઈ ન હોવાથી દાનત બગડી હતી અને પ્લેટ સગેવગે કરી લીધી હોવાનું રહસ્ય બહાર આવ્યું છે.

વાલોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર દ્વારા કહેર ખાતે દિનેશભાઈ હીરાભાઈ ધામેલીયા સરથાણા જકાતનાકા પાસે સુરતએ વાલોડ તાલુકાના કહેર ગામે રેલવે સ્ટેશન પર ચાલી ડ્રેનેજ વર્કનું પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ ચાલુ હતું. ત્યારબાદ તા.01/06/2024 થી તા.10/11/2024 ડ્રેનેજનું કામ બંધ કરેલ હોવાથી બાંધકામની લોખંડ તથા લાકડાની પ્લેટો તથા બીજો સામાન કહેર ગામે રેલવે સ્ટેશન ફળિયામાં ખુલ્લી જગ્યામાં તાડપત્રી ઢાંકી મુકેલ હતો, જે સામાન તા. 11/11/2024 ના રોજ ફરિયાદી દ્વારા કામ ચાલુ કરવાના હોવાથી સામાન્ય તપાસ કરતા લાકડાની પ્લેટો 18 નંગ તથા લોખંડની પ્લેટનો 28 મળી કુલ પ્લેટો નંગ 46 જેની રૂા. 1,11,000 ની ચોરી થયેલ હતી.

આ લોખંડ અને લાકડાની પ્લેટ ચોરી અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા ચોરીની તપાસ કરવા માટે ડ્રેનેજની કામગીરીમાં પેટા કોન્ટ્રાક્ટર અક્ષયભાઈ ભરતભાઈ ગોંડલીયા રહે બી 202 બ્લેક પેલેસ, વીજેડીએમ સ્કૂલ પાસે, કામરેજને આપેલ હોય તેઓને વાલોડ પોલીસ સ્ટેશન બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે તમામ પ્લેટો આઇસર ટેમ્પોમાં ભરાવી ચોરી કરી લઈ ગયેલા અને તેની કબૂલાત કરેલ છે, જેના આધારે વાલોડ પોલીસે ગુનાના કામે તપાસ કરતા ગુનો ડિટેક્ટ કરી રૂ. 1,11,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપી અક્ષ્યભાઈ ભરતભાઈ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે.

Related Articles

Back to top button