તાપી જિલ્લામાં NH-753-B 80.2 થી 97.82 K.M. સુધીના ધોરીમાર્ગ માટે જમીન આપવા ખેડૂતો સહમત નથી

તાપી જિલ્લામાં NH-753-B 80.2 થી 97.82 K.M. સુધીના કુકરમુંડા તાલુકામાં સમાવેશ ચોખીઆમલી ગ્રુપ ગ્રામ પંચાયતના મૌજે ચોખીઆમલી, બોરીકુવા, અક્કલઉતારા ગામની હદ વિસ્તારમાંથી 2 લેન / 4 લેન ધોરીમાર્ગ બનાવવા માટે આયોજન થયેલ છે. જેમાં સરકાર દ્વારા જમીન સંપાદન કરવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. જેથી આ ત્રણેય ગામમાંથી આશરે 34 જેટલાં ખેડૂતો દ્વારા ધોરીમાર્ગ બનાવવા માટે જમીન આપવા સહમત નથી અને પોતાની જમીન આપવા માંગતા નથી. તેવી વાંધા અરજી ગત શુક્રવારના રોજ નિઝર પ્રાંત ઓફિસ ખાતે કરવામાં આવેલ છે.
ચોખીઆમલી અને બોરીકુવા તેમજ અક્કલઉતારા ગામના ખેડૂતોઓ દ્વારા વાંધા અરજીમાં જણાવ્યા મુજબ ગત 14 /11/ 2024 ના રોજ અખબારમાં પ્રસિદ્ધ થયેલ. ભારતના રાજપત્ર સંખ્યા 3929 ન્યુ દિલ્હી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિસૂચના અનુસાર રાષ્ટ્રીય રાજમાર્ગ અધિનિયમ 1956 મુજબ ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં NH753 B 80.2 થી 97. 82 K.M. સુધીના કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી અને અક્કલઉતારા તેમજ બોરીકુવા ગામની હદમાં 2, લેન / 4 લેન બનાવવા માટેનું પૂર્વક આયોજન થયેલ. જેમાં જમીન સંપાદન થવાની કાર્યવાહી કરવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
પરંતુ ત્રણેય ગામના આશરે 34 જેટલાં ખેડૂતો ભાઈ – બહેનો દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કે, નોટિસ કે, જાણ કર્યા વગર અખબારમાં જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેથી ખેડૂતોમાં જમીન સંપાદનને લઇ ભયનો માહોલ છવાઈ ગયો છે.
આવી પરસ્થિતિમાં ઉપરોક્ત હેતુ માટે ખેડૂતો જમીન સંપાદન માટે સંહમત નથી.અને જમીન પણ આપવા માંગતા નથી. આ બાબતે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું. કે, કુટુંબ પરિવારના જીવન નિર્વાહ માટે આ જમીન સિવાય બીજી કોઈ પણ જમીન કે, સાધન નથી.તેમજ આ ત્રણે ગામો શિડ્યુલ-5 વિસ્તારમાં આવે છે. જેથી જમીન સંપાદન કરતા પહેલા પેસા કાયદા -1996 મુજબની ગ્રામસભા સાથે જમીન સંપાદન અધિકારીએ ચર્ચા -વિચારણા કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં પણ તેમ કરવામાં આવેલ નથી તેમ જણાવ્યું હતું.



