રાજપીપળામાં દબાણ શાખા અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ

રાજપીપળામાં દબાણ શાખા અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતાં થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. ટ્રાફિકમાં નડતરરૂપ દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવતાં લોકોને રાહત સાંપડી છે.
રાજપીપળા ખાતેના બજાર અને શાક માર્કેટ રોડ ઉપર પહેલા કરતા દુકાનો ઘણી વધી છે. દુકાનદારો દુકાન બહાર લારીઓ અને પૂતળા પડદા ટિંગાળી દેતા હોય છે. જેના કારણે કેટલીક દુકાનો બહાર દબાણો પણ વધતા લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું હતું. જ્યારે કેટલીક જગ્યાઓ પર લારી ગલ્લા વાળા ઊભા રહેતા આસપાસ ની ગલીઓમાં જવા આવવાના રસ્તા પર અવરોધ ઊભો થતાં સ્થાનિકોની કલેકટરમાં રજૂઆતના પગલે હરસિધ્ધિ મંદિરની સામે આવેલા વાહન પાર્કિંગ પાસે ઊભેલી કેટલીક લારીઓ હટાવવા પાલિકા ટીમે બપોર સુધી નો સમય આપતા લારી વાળા અને દબાણ હટાવવા ગયેલા પાલિકાના મુખ્ય અધિકારી વચ્ચે થોડીક બોલાચાલી પણ થઈ હતી. જોકે પાલિકા ટીમે આ લોકો ને સમય આપ્યો છે એ સમય માં લારીઓ નહિ હટાવે તો પાલિકા તેને જમાં કરી આગળ કાર્યવાહી કરશે તેવી ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડયો હતો. પાલિકા ટીમે દોલત બજારથી શાક માર્કેટ વાળા સાંકડા માર્ગ ઉપર મુકેલા બોર્ડ, લટકણિયાં સહિતના દબાણો વેપારીઓ પાસે તાત્કાલિક દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ પાલિકા ટીમ લીમડા ચોક વિસ્તારમાં પણ ફરી હતી.
દિવાળી હતી એટલે કાર્યવાહી કરી ન હતી દિવાળી સમયે અમે વેપારીઓને હેરાન નથી કર્યા એમને મોટો તહેવાર હોવાથી ધંધો કરવા દીધો હતો પરંતુ ત્યારબાદ વધેલા દબાણો આજસુધી દૂર નહિ થતા અને કેટલાક સ્થાનિકો એ કલેકટ ને કરેલી રજૂઆત ના કારણે કલેકટર ના આદેશ થી આજે અમે દબાણ દૂર કર્યા હતા. > રાહુલ ઢોડિયાં, મુખ્ય અધિકારી, રાજપીપળા




