DRDA સુરત દ્વારા માંડવીથી 10KMના અંતરના ગામોમાં સૂકા અને ભીનો કચરા માટે ટેમ્પો સુવિધા
આગામી દિવસોમાં જણાય આવશે કે આ પ્રોજેક્ટ લોકો માટે લાભદાયી રહ્યો કે પછી નાણાંનો વ્યય

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલમાં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે નિર્મળ ગ્રામ પંચાયત બનાવવાના ઉદેશ્ય માટેની યોજના પગલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના 10 કિલોમીટર અંદર આવતા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભીનો અને સુકો કચરો લેવામાં આવે છે જેથી ગામોમાં કચરાના ઢગલાંઓની સમસ્યામાં આંશિક રાહત મળશે મોટાભાગે ગામોમાં અમુક જગ્યા પર ઘરોનો કચરો ઠાલવવામાં આવે છે. જેના માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામોમાં કચરો નાખવા માટે ડોમ બનાવી આપવામાં આવ્યા છે વધુ સુવિધા માટે હવે ડોર ટુ ડોર કચરો લેવાનું ચાલુ કરતા ગામલોકોમાં કચરા નિકાલ અંગેની સમસ્યામાં રાહત થશે જોકે પંચાયત દ્વારા ડોલનો ખર્ચ સ્વભંડોળ માંથી કરવાનો હોવાથી ડોલ લેવા માટે લોકો પર વેરો ઉઘરાવવા પણ મજબુર બન્યા હોય તેવી બાબતો ધ્યાનમાં આવી છે. આગામી દિવસોમાં જણાય આવશે કે આ પ્રોજેક્ટ લોકો માટે લાભદાયી રહ્યો કે પછી નાણાંનો વ્યય પણ હાલમાં તો દુકાનો દીઠ કચરો હોય કે ગામોમાં કચરો લેવા ટેમ્પો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




