નર્મદા

દેડિયાપાડાના ડાબકા ગામે બાઇક સિગ્નલ બતાવ્યાં વિના બાઇક વળતા અકસ્માત સર્જાયો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ડાબકા ગામના બસ સ્ટેશન પાસે થયેલા અકસ્માતમાં એક યુવાન નું મોત નિપજ્યું હતું જ્યારે એક ને ઇજા થઈ હતી. માહિતી અનુસાર દેડીયાપાડાનાં કાંદા ગામના પટેલ ફળિયામાં રહેતા સોમા બીલાડીયા વસાવાએ આપેલ ફરિયાદ મુજબ ડાબકા ગામના વિપુલ ગુરજી વસાવા બાઇક લઇને પસાર થઇ રહયો હતો. તેની સાથે તેનો દીકરો અને અન્ય એક યુવાન અન્ય બાઇક પર હતાં.

વિપુલ વસાવાએ અચાનક તેની બાઇક સાઇડ સિગ્નલ બતાવ્યાં વિના વાળી દેતાં તેના દીકરા શનાની બાઇક ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં શના તથા પાછળ બેઠેલાં નિતેશ વસાવાને ઇજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. જયાં શના વસાવાનું મોત થયું હતું જયારે નિતેશ વસાવાની સારવાર ચાલી રહી છે. દેડિયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button