નર્મદા

રાજપીપળામાં 5 જવેલર્સને ત્યાં GST વિભાગે શટરો બંધ કરાવી રાત્રે 11 વાગ્યા સુધી દસ્તાવેજો ચકાસ્યાં

રાજપીપળામાં આવેલી જવેલર્સની દુકાનમાં GST વિભાગની ટીમોની તપાસના પગલે કરચોરી કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાજપીપળા શહેરમાં આવેલ મોટી પાંચ જવેલર્સ ની દુકાનોમાં ઓચિંતી GST વિભાગની ટીમો ત્રાટકી અને સવારના આવીને રાત્રીના 11 વાગ્યાં સુધી વિવિધ બિલો, સ્ટોક અને ઘરેણાં સહિત તમામ વસ્તુ ચેકીંગ કરી, અને સાથે સોના ચાંદીના દાગીનાની ખરીદી પર આપવામાં આવતા બિલો કેવા આપવામાં આવે છે. જે તમામ બાબત ની ખરાઈ કરીને આ ટીમો રવાના થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે જવેલર્સ ની દુકાનો નું ચેકીંગ કરી ને GST વિભાગો ની ટીમો ગઈ છે. તમને હાલ કોઈ દંડ કે કોઈ પગલાં ભર્યા નથી.પરંતુ આગામી રિપોર્ટ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ ને આપશે ત્યારબાદ જો કોઈ ખામી જનાસે તો પગલાં ભરવામાં આવશે. આ ટીમોના દરોડા થી અન્ય સોનીઓ ની દુકાનો માં ફફડાઠ ફેલાયો હતો અને કેટલાક તો દુકાનો બંધ કરી ને જતાં રહ્યા હતા.

Related Articles

Back to top button