ઉમરપાડા

ઉમરપાડા ખાતે રહેતા વ્યક્તિનું હાર્ટ એટેકનાં પગલે મોત

ઉમરપાડા ખાતે રહેતા ઇસમને હાર્ટ એટેક આવતા જેમનું મોત નિપજી ગયુ હતુ.સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ હતી.મૃતકનું નામ રઘુનાથભાઇ લાદુરામ ગુજ્જર હોવાનું જાણવા મળ્યું હતું.

ઉમરપાડાનાં વાડી ગામે ન્યુ માધવ સ્ટોન ક્વોરી ખાતે રહેતા રઘુનાથભાઇ લાદુરામ ગુજ્જર ઘરે હાજર હતા. જે દરમ્યાન રઘુનાથભાઇને આકસ્મિક પેટમાં અને છાતીનાં ભાગે દુઃખાવો ઉપડતા જેઓ બેભાન અવસ્થામાં નીચે પડી ગયા હતા. ત્યાર બાદ પરીવારજનો દ્વારા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ રઘુનાથભાઇને મૃત ઘષીત કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button