માંગરોળ
માંગરોળના નાની નરોલી ગામે લાયસન્સ વિના જૈવિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન-વેચાણ કરવા બદલ ગુનો નોંધાયો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી સ્થિત વેદ એન્ટરપ્રાઈઝ અને એ.જી.એગ્રો ઈન્ડસ્ટ્રીઝ બોઈસર દ્વારા લાયસન્સ વિના જૈવિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન વેચાણ કરવા બદલ ખેતી અધિકારીઓએ દરોડા પાડી કંપનીના ગોડાઉનમાંથી રૂ.5.94 લાખની 440 ખાતરની ખાતરની થેલીઓ જપ્ત કરી કંપનીના માલિકો સામે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદાકીય કાર્યવાહી હાથ હતી.




