માંગરોળ

માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ કોર્ટમાં આપી જુબાની

માંગરોળ ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. નવરાત્રિ દરમિયાન બનેલી આ દુ:ખદ ઘટનામાં પીડિતાએ કોર્ટમાં પોતાનો ભયમુક્ત સ્વર રેખાંકિત કર્યો અને આરોપીઓ સામે પોતાની સાથે બનેલી ઘટના વિશે વાત કરી. પીડિતા જુબાની આપી શકે તે માટે કોર્ટમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. આરોપીઓને પડદા પાછળ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ પીડિતાને ન જોઇ શકે અને પીડિતા પણ આરોપીઓને ન જોઈ શકે અને આરોપી પીડિતાને કોઈપણ ઈશારા ન કરી શકે. તેમજ તમના ચહેરાથી પીડિતા ભયભીત ન થઈ જાય તે માટે કોર્ટે પણ તૈયારી રાખી હતી અને આ તૈયારીના કારણે પીડિતાએ અક્ષરશ: પોતાની આપવીતી કોર્ટમાં સંભળાવી હતી.

માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાની જુબાની

પીડિતાએ કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું હતું કે, કઈ રીતે આ આરોપીઓને તે વિનંતી કરતી રહી અને તેઓએ તેની ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો. કેવી રીતે આ ત્રણેય આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો.

પીડિતાએ જણાવ્યું હતું કે, આ આરોપીઓની સામે આજીજી કરી રહી હતી, તેને પોતાનું માનવ જીવન બચાવવા યાચન કર્યું હતું, પરંતુ તેઓએ કોઈ દયા કરી નહીં. પીડિતાની વાતોએ કોર્ટમાં હાજર તમામ લોકોના મનને હચમચાવી દીધા. એડિશનલ સેશન્સ જજ પરમાર સાહેબની કોર્ટમાં પીડિતાએ પોતાની જાત પર થયેલા અપરાધનો એક એક અક્ષર સ્પષ્ટપણે રજૂ કર્યો.

ઝડપી ન્યાયની પ્રક્રિયા

આ કેસમાં એક મહિનાની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અને ડે ટુ ડે ટ્રાયલના આધારે કેસમાં ઝડપી કાર્યવાહી ચાલી રહી છે. 20થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ ચૂકી છે. જેમાં પીડિતાના મિત્ર, ગામના લોકો અને કેટલાક મહત્ત્વના સાક્ષીઓનો સમાવેશ થાય છે.

તનવીર નામનો સાક્ષી જે આરોપી રાજુનો મિત્ર છે. તેની જુબાનીમાં વધુ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. તનવીરે આરોપી રાજુ દ્વારા થયેલી કબૂલાતનો ઉલ્લેખ કર્યો હતો. મહત્ત્વનું છે કે, તનવીરના મોબાઈલમાં ઓટોમેટિક રેકોર્ડિંગ થયું હતું. જેમાં આરોપી દ્વારા કરેલા ગુનાની કબૂલાત હતી. આ રેકોર્ડિંગ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.

રેકોર્ડિંગમાં રાજુ પોતાના ગુના વિશે ખુલ્લેઆમ વાત કરી

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, અત્યાર સુધી પીડિતા તેના મિત્ર સહિત 20 લોકોની જુબાની કોર્ટમાં લેવામાં આવી છે. જેમાં તનવીર જે આરોપી રાજુનો નજીકનો મિત્ર છે તેની જુબાની અને એક મહત્ત્વની બધી વાતો આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ બનાવ પછી રાજુએ તેની પાસે પોતાના કૃત્ય અંગે કબૂલાત કરી હતી. તનવીરે કોર્ટ સમક્ષ ગુનાની કબૂલાત વિશે વિગતવાર માહિતી આપી હતી. રાજુએ કેવી રીતે અને કયા સ્થળે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો તે વિશેની વાતો તનવીરે કહી હતી.

કોર્ટમાં જ્યારે તનવીરે જુબાની આપી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તનવીરના મોબાઈલમાં એ વાતોનું ઓટોમેટિક રેકોર્ડિંગ થઈ ગયું હતું. આ રેકોર્ડિંગમાં રાજુ પોતાના ગુના વિશે ખુલ્લેઆમ વાતો કરતો હોય છે. આ રેકોર્ડિંગ નામદાર કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. રેકોર્ડિંગનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં આ રેકોર્ડિંગ ચોખ્ખું સાબિત થયું. આ ટેસ્ટે પુરાવાને વધુ મજબૂત બનાવ્યો છે. તનવીર દ્વારા કરેલી કબૂલાત અને સાક્ષીએ કેસને વધુ મજબૂત કર્યો છે.

Related Articles

Back to top button