કોસંબા પોલીસની ટીમે આઈસર ગાડીમાંથી 52.80 લાખની કિમંતનો દારૂનો જત્થો ઝડપી પાડ્યો

કોસંબા પોલીસની ટીમે આઈસર ગાડીમાંથી 52.80 લાખની કિમંતનો દારૂનો જત્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને દારૂ, આઈસર ગાડી મળી કુલ 82.90 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લામાં કોસંબા પોલીસની ટીમે મહુવેજ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં. 48 ઉપર વોચ ગોઠવી આયસર ગાડીને અટકાવી તપાસ કરતા તેમાં પૂઠાના બોક્સમાંથી દારૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ પુંઠાનાના બોક્સમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કુલ બોક્સ 1000 નાની બાટલી નંગ 48,000 કુલ કિંમત 52.80 લાખની કિંમતનો દારૂ, 30 લાખની આયસર ગાડી, બે મોબાઈલ ફોન, તેમજ આરોપી અંગઝડતી માંથી રોકડા રૂપિયા 500 મળી કુલ 82,90,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે આઈસર ચાલક જયશંકર પૂટારાજુ સૈવાલીંગાયત [ઉ.24] ક્લીનર બસવરાજ પુટપ્પા બડીએર [ઉ.29] ની ધરપકડ કરી છે જયારે આઈસર ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરાવી મોકલનાર ભજનલાલ પ્રેમારામ બિશ્નોઈ તેમજ આઈસર ગાડીના માલિક અને પકડાયેલા આરોપી જયશંકરનો ભજનલાલ સાથે સંપર્ક કરાવી આપનાર પ્રકાશ ચૌધરી નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




