સુરત ક્રાઈમ બ્રાંચે રિઝર્વેશન ટ્રાયબલ પ્રોજેક્ટ હેઠળ 12.44 કરોડ રૂપિયાના સરકારી નાણાંની ઉચાપત કરનાર નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ નિરંજનભાઇ બંસલની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાંચે રિઝર્વેશન ટ્રાયબલ પ્રોજેક્ટ હેઠળ 12.44 કરોડ રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતના ગંભીર ગુનામાં સંડોવાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ નિરંજનભાઇ બંસલની ધરપકડ કરી છે.
પાયલબેન બંસલ, અડાજણ, સુરતના રહેવાસી અને પૂર્વે બીલીમોરા પેટા કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અને અન્ય શાસકીય અધિકારીઓએ ભેગા મળી બોગસ અને બનાવટી બિલો દ્વારા સરકારી નાણાંનો ગેરવહીવટ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, 2022-23 દરમિયાન પાયલબેન બંસલની કચેરી હેઠળના 163 કામોમાંથી માત્ર 1 કામ પૂર્ણ અને 1 કામ અંશતઃ કરવામા આવ્યું હતું. બાકી 159 કામો ન કરાયા હોવા છતાં ખોટા બિલો દ્વારા સરકારી ખજાનામાંથી રૂપિયા 9.55 કરોડ અલગ-અલગ એજન્સીઓને ચુકવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કુલ રૂ. 12.44 કરોડની મંજુરાત સરકારશ્રીની મંજુરી વગર કરાઈ હતી. તેમજ, આ કામ માટે જોગવાઇ મુજબના 10% સ્થાનિક ફાળાની વસૂલાત પણ કરાઈ નહોતી.



