માંડવી

માંડવીના ધરમપોર ઉશકેર મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી રસ્તો બંધ

માંડવીના ધરમપોર-ઉશકેર-મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરીને ધ્યાને લેતા રસ્તો બંધ કરી ડાયવર્ટ કરાયો હતો. બ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે લાંબા સમય સુધી ડાઈવર્ઝન આપવાની ફરજ પડી છે. વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

માંડવી તાલુકામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ધરમપોર ઉશકેર મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરી કરવાની હોવાથી તેને ધ્યાને લેતા ટ્રાફિક નિયમન જળવાય રહે એવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામા દ્વારા આ રસ્તાને બંધ કર્યો છે. અહીંથી સુરત જિલ્લાના માંડવી તાલુકા તરફ આગળ જતા રોડ ઉપર હજારોની સંખ્યામાં રોજ વાહન વ્યવહાર થતો હોય છે. જોકે, બ્રિજની કામગીરી શરૂ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર ધરમપોર ઉશકેર મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી1/12/24 થી 20/01/2025 સમય દરમ્યાન રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે કીમ-માંડવી એસ.એચ થી કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ થઇ તડકેશ્વર કેનાલથી મુ્જલાવ રોડ,કીમ-માંડવી એસ.એચ રોડ થઇ વડોદ નૌગામ રોડ બૌધાન, બૌધાન વડોદ નૌગામા રોડ થઈ કીમ-માંડવી એસ.એચ રોડ થઇ કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ થઇ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Back to top button