નર્મદા

ડેડીયાપાડાના ઉમરાણ ગ્રામ પંચાયતમાં આવેલ ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત

ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ઉમરાણ ગ્રામ પંચાયતમાં આવેલા ખાપરબુંદા ગામે છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતાં ગામનાં અન્ય મકાનમાં બાળકોને બેસાડી ભણવા મજબૂર બન્યા છે. આશરે 400ની વસ્તી ધરાવતા ખાપરબુંદા ગામમાં પ્રાથમિક શાળામાં માત્ર બે ઓરડાઓ છે તે પણ જર્જરિત હાલતમાં છે. શાળામાં બે શિક્ષકો ફરજ બજાવે છે. ગામનાં આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાનું નવું મકાન ન બનતાં ગામનાં બાળકો ગામની પ્રાથમિક શાળા છોડી અન્ય સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. જેને કારણે ગામની શાળામાં બાળકોની સંખ્યા ઓછી થવા લાગી છે. તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બાંધવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

શાળાનું મધ્યાહન ભોજનનું મકાન પણ જર્જરિત હાલતમાં

ખાપરબુંદા ગામની શાળામાં મધ્યાહન ભોજન યોજનાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે. જેને કારણે મધ્યાહન ભોજન સંચાલક દ્વારા પોતાના ઘરમાં બાળકો માટે ભોજન બનાવી લાવી શાળાના ઓટલા પર બેસાડી જમાડવામાં આવે છે. મધ્યાહન ભોજનનાં જર્જરિત ઓરડાને સંચાલકને ચોમાસા જેવી ઋતુમાં ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે.

ગામના આગેવાન અમૃત વસાવાએ જણાવ્યું કે, વર્ષ પહેલાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવ્યો નહીં. પ્રજાનાં વણઉકેલ્યા પ્રશ્નોને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નોને નિરાકરણ માટે સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં એક વર્ષ પેહલા ખાપરબુંદા ગામની શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જેમાં તાલુકા શિક્ષણાધિકારી દ્વારા ટુંક સમયમાં શાળાના ઓરડાઓનું કામ ચાલુ થઈ જશે એમ જણાવ્યું હતું. પરંતુ એક વર્ષથી વધુ સમય થવા છતાં કામ શરૂ પણ નથી થયું. જલદી ઓરડાનું કામ શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.

Related Articles

Back to top button