તાપી

તાપી જિલ્લામાં એકતા નર્સિંગ ઇન્સ્ટિટ્યુશન માન્યતા બાબતે આપ પાર્ટીની કલેકટરને રજૂઆત

તાપીમાં એક્તા એજ્યુકેશન સેન્ટરના નામે ચાલતી બોગસ નર્સિંગ કોલેજની માન્યતા ચકાસી બોગસ જણાય તો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમના દ્વારા ભરેલ ફી પરત અપાવી સંસ્થાના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા આપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામીત ઉપ પ્રમુખ જીમી પટેલની અધ્યક્ષતામાં હોદેદારો અને વિદ્યાર્થીઓ તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયિક માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં બોગસ નકલી નર્સિંગ કોલેજો પકડાઇ હતી. જેને ગુજરાત સરકાર દ્વારા કોઇ પરવાનગી આપવામાં આવેલ ન હતી.જેના સંચાલકો દ્વારા આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી વિદ્યાર્થીઓને છેતરીને લાખો રૂપિયાની ઠગાઇ કરી ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આદિજાતી વિદ્યાર્થીઓ દ્વારા હમોને મળેલ ફરીયાદ અનવ્યે તાપી જિલ્લામાં હજુ એક નર્સિંગ કોલેજ ચાલી રહી છે. આ સંસ્થા એકતા એજ્યુકેશન ટ્રસ્ટ રજિસ્ટર નંબર ઇ/7389 સુરત ગુજરાતના નામે ચાલે છે. આ સંસ્થા દ્વારા GNM (જી.એન.એમ) નર્સિંગ નો કોર્ષ ચલાવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓની ફરીયાદ છે કે આ કોલેજ દ્વારા તેમના સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે.

નિયમો વિરુદ્ધ રીતે નર્સિંગ કોલેજ ચલવવામાં આવે છે. જેમાં તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવાયા છે. જેથી કલેકટરને અરજ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ ના નામે ચાલતી નર્સિંગ કોલેજને કોર્ષની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે જો સરકાર દ્વારા એજ્યુકેશન ટ્રસ્ટ નામે ચાલતી નર્સિંગ કોલેજને આપની કચેરીએથી તાત્કાલીક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગી ઓ તપાસવામાં આવે નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત ન હોય અને વિદ્યાર્થીઓ ભરેલ ફી પરત અપાવી સંચાલક સામે ગુનો નોંધવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ કરી હતી.

Related Articles

Back to top button