નિઝરના વ્યાવલ ગામની સીમમાં રેત માફિયાના પાપે રસ્તો અતિ બિસ્માર

નિઝરમાં આવેલ વ્યાવલ ગ્રામ પંચાયતની સીમમાંથી પસાર થતી તાપી નદી કાંઠે રેત માફિયાઓ પોતના ડેરા તંબુ નાખી તાપી નદીની અંદર આધુનિક મશીનો જેવા કે, બાઝહોડી, પોકલેન્ડ,જે.સી.બી. ઉતારીને રેતી ખનીજ સંપતિનું બેફામ ખનન કરીને ટ્રકો અને ડમ્પરો મારફતે રેતી ખનીજ સંપતીનું વહન કરી રહ્યા છે.
રેત માફિયાની રેતી ભરેલી ઓવર લોડિંગ ટ્રકો અને ડમ્પરો વ્યાવલ ગામની સીમમાંથી પસાર થતો રસ્તો ઉપર પસાર થવાના કારણે જે રસ્તા ઉપર મોસમોટા જીવલેણ ખાડાઓ પડી જતા રસ્તો અતિ બિસ્માર બન્યો છે. જેથી રસ્તા ઉપરથી પસાર થનારા સ્થાનિક વાહન – ચાલકો અને ખેડૂતોઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ વ્યાવલ ગ્રામ પંચાયતમાં સમાવેશ સુલવાડા ગામથી વ્યાવલ ગામ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી બેફામ દોડતી રેતી ભરેલી ઓવર લોડિંગ ટ્રકો તેમજ ડમ્પરોનાં લીધે આખો રસ્તો જ ધુળેટીયો બન્યો ગયેલ છે.
આ રેત માફિયાનાં પાપે સરકાર દ્વારા જે તે સમયે લાખો રૂપિયાનો ખર્ચે બનાવેલ આવેલ રસ્તાની હાલત બગડી છે. તેમ છતાં રસ્તાને આજદિન સુધી પાકા પાયે સમારકામ કે, નવનીકરણ કરેલ નથી. સ્થાનિકો લોકોઓ સહીત ખેડૂતોઓ માટે ખાસ જીવાધોરી સમાન ગણાતો રસ્તા ઉપરથી રેતીની ઓવર – લોડિંગ ટ્રકો અને ડમ્પરો પસાર થતા હોવાથી રસ્તો બિસ્માર બની ગયેલ છે. જે રસ્તાને માટી-મુરમ સહીતનું મટેરીયલ અને મોટા મોટા પથ્થરો નાખી માત્રને માત્ર કાચા પાયે જ પુરાણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય એ છે કે,નિઝરના વ્યાવલ ગામ સહિત નિઝર અને કુકરમુંડા તાલુકાના અનેક ગામની સીમમાં રેત માફિયાના પાપે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.




