નવસારી

ચીખલી પોલીસે ગામના સરપંચ સહિત 9 જણાને ડિટેઇન કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

ચીખલીના ખાંભડા ગામે ગ્રામ પંચાયતને આગોતરી જાણ કર્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાન્સમિશન સર્વેની કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

પોલીસે ગામના સરપંચ સહિત નવ જેટલાને ડિટેઇન કરતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના સ્ટર લાઈટ પાવર ખાવડા આઇવીસી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની તરફથી પાવર ટ્રાન્સમિશન સર્વેની કામગીરી ચીખલીના ખાંભડા ગામે ગ્રામ પંચાયતને અગાઉથી જ કોઈ પણ જાતની જાણ કર્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઇ હતી. આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. સર્વેના સ્થળે પહોંચેલા ગામના સરપંચ પરેશભાઈ, રૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડા સહિતએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ પહેલા ગ્રામ પંચાયતને જાણ કરો અને ગ્રામસભાના નિર્ણય મુજબ કામગીરી કરવાની માંગ કરી હતી. દરમિયાન સ્થળ પર પહોંચેલા ડીવાયએસપીએ સૂચના આપતા પોલીસે ગામના સરપંચ પરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ખાભડા ઉપરાંત વોર્ડ સભ્યો સહિતના 9 જણાં પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાતા સ્થાનિકોમાં પોલીસ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ કંપની દ્વારા સર્વેની કામગીરી આજે પડતી મુકવાની ફરજ પડી હતી.

ડીવાયએસપી ગાડીમાંથી ઉતરતાની સાથે ગાળો બોલી.. અમારા ગામમાં સર્વે કરવા આવેલ સ્ટાફ અને અધિકારીને ચોક્કસ ખબર ન હતી. તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. અમારી માંગણી એટલી જ હતી કે તમે જે કામગીરી કરવાના છે તે માટે પંચાયતને જાણ કરો અને ગ્રામસભામાં અમે નક્કી કરીશું. સ્થળ પર આવેલા ડીવાયએસપી ગાડીમાં ઉતરતાની સાથે જ અપશબ્દો બોલી, આ લોકો સમજે છે શું બધાને ઘાલી દો તેમ કહી અમને ઘસડીને ગાડીમાં બેસાડી દેવાયા હતા.> રમેશભાઇ ખાંભડા, અધ્યક્ષ, રૂઢિ ગ્રામસભા

7-8 આગેવાનોને પોલીસ મથકે લાવી કંપનીના સ્ટાફ સાથે વાટાઘાટ કરાવી સ્ટર લાઈટ પાવર કંપનીનો એરિયલ સર્વે ખાંભડા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચાલતો હતો. દરમિયાન સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેમ લાગતા અને ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખી 7-8 આગેવાનોને પોલીસ મથકે લાવી કંપનીના સ્ટાફ સાથે વાટાઘાટ કરાવી હતી. >ભગીરથસિંહ ગોહિલ, ડીવાયએસપી પોલીસ

Related Articles

Back to top button