વ્યારાની મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડૉ.અનીલકેસર ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વ્યારાની મા કામલ ફાઉન્ડેશનના સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તાપી જિલ્લામાં નર્સિંગ કોર્ષના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ફાઉન્ડેશનના સંચાલક વિરૂદ્ધ ઠગાઈનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મા કામલ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ ફરિયાદ અપાઈ હતી. વ્યારા પોલીસે ઠગાઇનો ગુનો દાખલ કર્યો કર્યો હતો. સંચાલકે અલગ અલગ ફી પેટે જુદા જુદા વિદ્યાર્થીઓ પાસેથી 1 લાખ 80 હજાર રૂપિયાથી વધુની સાહેદો પાસે લઈ ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેમજ વિદ્યાર્થીનીઓ પાસે માર્કશીટ લઈ તેમજ અન્ય પ્રમાણપત્ર જમા રાખ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
વધુમાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર તેમજ કણાટર્ક ખાતે હયાત નહિ હોઈ તેવી સંસ્થાનું આઈ કાર્ડ બનાવી આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓએ 3 વર્ષથી સાચા પ્રમાણપત્ર જમા કરાવ્યા હતા. જે આજદિન સુધી સાચા પ્રમાણપત્ર પાછા ન મળતા તેમના ભવિષ્ય પર અંકુશ લાગી ગયો હોવાનું જણાવ્યું હતું. સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી ફ્રી જમા કરવાવ્યા બાદ જ અસલ પ્રમાણપત્ર પાછા આપવામાં આવશે તેમ કેહવામાં આવ્યું હતું. આથી વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી તેમના અસલ પ્રમાણપત્રો પાછા મળે અને અત્યાર સુધીમાં ભરેલી ફ્રી પાછી મળે તેવી માગ કરી હતી.



