નર્મદા

સાગબારાના કોલવાણ-રાણીપુર ગ્રામ પંચાયતના તલાટીની બદલી પર સ્ટે નહી આવે તો ધરણા કરવાની આગેવાનોની ચિમકી

  • તલાટી કમ મંત્રીની બદલી બાબતે નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના, ભાજપ , આપ અને સરપંચના સંયુક્ત નેજા પણા હેઠળ બદલી પર સ્ટે લાવવા આવેદનપત્ર
  • કોલવાણ-રાણીપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીની ખોટુ નહી અને કચાશ કામગીરીને સહકાર નહી-રાજકીય કિન્નાખોરીથી બદલી

સાગબારાના કોલવાણ ગ્રામ પંચાયતમાં  ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીનની જાણવા મળી માહીતી મુજબ કોલવાણ ગ્રામ પંચાયતમાંથી બદલી થઈ છે.

જે સંદર્ભમાં નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના, ભાજપ, સરપંચ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે કે, કોલવાણ ગ્રામ પંચાયતમાં છેલ્લાં આશરે એક વર્ષ ઉપરથી ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીન એક નિષ્ઠાવાન અને કર્મીષ્ઢ અને રેગ્યુલર ફરજ બજાવી લોક ચાહના સાથે લોકમાં ખુબ જ માફક આવી સારામાં સારી ડયુટી નિભાવી છે. અને કોઈ દીવસ તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીને ખોટુ કરતા નથી કે ખોટું થવા દેતાં ન હોવાને કારણે પ્રજાજનો માટે યોગ્ય કર્મચારી હતાં. અને છેલ્લાં ઘણાં વર્ષોથી કોલવાણ ગ્રામ પંચાયતમાં અમારી જાણ મુજબ અમને પહેલીવાર નિષ્ઠાવાન કર્મચારી મળ્યાં હતાં. અને તેઓશ્રીએ કોઈ કામકાજ હોય તો લોકના ફોન રેગ્યુલર રીસીવ કરતાં હતાં. અને ભુલેચુકે ફોન રીસીવ ન થાય તો મિસકોલ જોઈને પણ રીપ્લાય ફોન કરતાં હતાં. અને બધાં લોકોને સમાન ગણી કોઈ કામકાજ બાબતે લોકોના ઘરે પહોચી કામકાજ કરતાં હતાં.તે કારણે અમો ગ્રામજનો ને પહેલાં જેવી તલાટી કમ મંત્રીના કામકાજ બાબતે હેરાનગતિ થઈ નથી. અને ગ્રામજનો તરફથી તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીન બાબતે કોઈ ફરિયાદ પણ નથી.

પરંતું મળતી માહિતી મુજબ તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આરની બદલી એક રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે. કારણ કે તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર હજારો લોકોની ચાહના કરતાં હતાં. પરંતુ લોકહીતમા તે ખોટુ કરતા અચકાતા હતાં. પરંતુ વિસ્તારના વિકાસના પંથે ખરાબ કાર્યોમાં અવરોધ બનતા હતા. જેથી કરીને વિકાસના કામો કરનાર એજન્સીના આંખમાં ધૂળના કણારૂપ ખૂંચતા હતાં. કારણ કામકાજની કચાશ બાબતે સંતોષકારક કામગીરી ન જણાય તો તલાટી કમ મંત્રી સહકાર આપતાં ન હતાં. તે કારણે ખોટુ કરીને સરકારના પૈસા યોજનાના નામે શોષણ અને ભ્રષ્ટાચાર કરનાર લોકપ્રતિનિધિઓએ અને વિકાસના કાર્યો કરનાર એજન્સીઓ ભેગા મળી સરકારમાં દખલગીરી કરી અને ‌આપેલી સત્તાનો ગેરઉપયોગ કરી તલાટી કમ મંત્રીની બદલી કરાવવાનું ષડયંત્ર કરેલ છે, તે યોગ્ય નથી. અને સત્તામાં રહેલાં લોકો સત્તાનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યાં છે, કારણ બે-ત્રણ વ્યક્તિઓના ફાયદા ખાતર હજારો લોકોને માફક આવતાં કર્મચારીની બદલી અમને પોષાય એમ નથી.

લોકહીતમાં સંદિગ્ધ કામગીરી કરનાર અને ઉત્કૃષ્ટ સેવા બજાવનાર કોલવાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર.ની બદલી પર સ્ટે લાવી કોલવાણ ગ્રામ પંચાયતમાં રાબેતા મુજબ તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર.ની ડયુટી કાયમ રહે તે માટે વહીવટીતંત્ર ધ્યાન આપે એવી લોક માંગ ઉઠી છે. અને જો લોક માંગ વહીવટી તંત્ર ન સાંભળશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

 

Related Articles

Back to top button