તાપી

સોનગઢમાં ધંધાકીય વિગતો ન આપનાર ભંગારિયા સામે ગુનો

સોનગઢના દેવજીપૂરા વિસ્તારમાં ભંગાર નો ધંધો કરતો ઇસમે પોતાનું અને પોતાને ત્યાં કામ કરતાં ઇસમોની આઈ ડી પ્રુફ કે માહિતી પોલીસ મથકે જમા ન કરાવતાં પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. સોનગઢ નગરમાં છેલ્લા ત્રણ ચાર વર્ષ થી ભંગાર નો ધંધો કરવા વાળા મોટા પ્રમાણમાં ઉભા થયા છે.ખાસ કરી ને નગરના છેવાડાનાં વિસ્તારમાં સરકારી જમીન પર ઝૂંપડું ઉભું કરી ભંગારની દુકાનો ખોલી દીધી છે.નગરમાં થતી નાની મોટી ચોરી નો સામાન પણ આવા જ ભંગારિયા ખરીદતાં હોવાનો કિસ્સા પણ ભૂતકાળમાં સામે આવ્યા છે.

નગરમાં છેવાડાનાં વિસ્તારમાં ફૂટી નીકળેલાં ભંગારના ધંધો કરતાં આવા લોકોની સઘન તપાસની જરૂરિયાત રહેલી છે. આ અંગે પોલીસ સ્ટાફ દ્વારા નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે જેથી ભંગારિયાઓને પોલીસનો ડર હોય એવું લાગતું નથી.તાપી જિલ્લા એસઓજી પોલીસ ના સ્ટાફે દેવજીપૂરા સિંગપુર રોડ પર ભંગારનો ધંધો કરતો સરફરાઝ અલ્તાફ કુરેશી રહે.સુંદર નગર સોનગઢ ને ત્યાં રેડ કરી હતી પણ તેને ત્યાંથી કઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

જો કે સરફરાઝ કુરેશી ભંગારનો ધંધો કરતો હોય ભંગાર ખરીદી વેચાણ નું રજિસ્ટર રાખ્યું ન હતું.એ સાથે જ તેણે સ્થાનિક પોલીસ મથકે તેનું અને ભંગારની ફેરી કરતા અને દુકાનમાં કામ કરતાં લોકોના ફોટા સહિતના બાયૉડેટા આઈ ડી પ્રુફ કે માહિતી પોલીસ ને આપી ન હતી.આ કારણે તેની સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button