માંડવી

માંડવીના ઉટેવા ગામના ખેડૂતને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ

આઈ.ટી. એન્જિનિયર યુવાન વિકાસ ગામીત નોકરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી

માંડવીના ઉટેવા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત વિકાસ ગામીતને બારડોલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનમાં રાજ્યપાલ આચાર્યદેવવ્રતના હસ્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે અભિયાન છેડ્યું છે. પ્રાકૃતિક ખેતીના ગુરુ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં ચલાવેલા અભિયાન અંતર્ગત અઢી વર્ષમાં જ ગુજરાતમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી છે. માંડવીના ઉટેવા ગામના આઈ.ટી. એન્જિનિયર યુવાન વિકાસ ગામીત નોકરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતા મેળવી જેમાં જંગલ મોડેલ આધારિત ખેતી અપનાવીને વાર્ષિક 10 લાખની આવક ઊભી કરી તેમજ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂ.3 લાખની આવક મેળવી રહ્યા છે. 6 વિઘામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક વિઘામાં જંગલ મોડેલ ફાર્મ બનાવી ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવેર, લસણ, મરચા, કોબીજ, પપૈયા, પાલક, રાઈના પાક લે છે જેમાં સારો અને ચોખ્ખો નફો મેળવી રહ્યા છે જેના પગલે 31 વર્ષની ઉંમરે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળતા યુવા ખેડૂત વિકાસભાઈને રાજ્યપાલ આચાર્યદેવવ્રતના હસ્તે સન્માનિત કરાયા છે.

Related Articles

Back to top button