વાલોડ મામલતદારને મધ્યાહન ભોજન યોજના સેંન્ટ્રાલાઇઝ કરવાના વિરોધમાં રજૂઆત કરવામાં આવી

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ સરકાર વતી સરકારે લોકોના સુખાકારી અને જાહેર હિતમાં વૃદ્ધિ થાય છે તેવા પ્રયત્ન કરવા સરકારે કરેલ છે. હાલ શિક્ષણ વિભાગમાં ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં નામાંકન થયેલા વિદ્યાર્થીઓ સાતત્યપૂર્ણ બાલવાટિકા તથા ધોરણ 1થી 8નું શિક્ષણ પૂરું કરે એટલે કે અધ્ધ વચ્ચેથી બાળકો શિક્ષણ છોડી ન દે, કુપોષણનો ભોગ ન બને તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પોષણક્ષમ આહાર તથા નાસ્તો આપવાનો સરકારની મહત્વની મધ્યાહન ભોજન યોજના થકી વિદ્યાર્થીઓનું અધ્ધ વચ્ચેથી શાળા છોડી જવાનું પ્રમાણ શૂન્ય સુધી લાવવાનું લક્ષ્યાંક પૂરું કરેલું છે.
હાલમાં ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાન ભોજન યોજના સેન્ટ્રલાઈઝ કિચન માટે જમીન ફાળવવા જે તે જિલ્લાના જિલ્લા કક્ષાએ પરિપત્ર કરેલ છે અને આ યોજના ખાનગી એજન્સી એન.જી.ઓ.ને આપવા કાર્યવાહી કરી રહેલ છે, જે અંતર્ગત સેન્ટ્રલાઇઝ કિચન થી બાળકોને ગરમાગરમ ભોજન મળશે નહીં, જેથી ગુણવત્તા અને પોષણયુક્ત ભોજન બાળકોને મળશે નહીં, જેને કારણે બાળકોમાં કુપોષણ વધવાની શક્યતાઓ રહેશે, સેન્ટ્રલાઇઝ કિચનથી ચોમાસા દરમિયાન અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં આવેલ શાળાઓમાં ઘણા દિવસો સુધી રસ્તાઓ બંધ હોવાને કારણે શાળાઓમાં સમયસર ભોજન પહોંચાડી શકાશે નહીં તથા તથા સેન્ટ્રલાઈઝ કેન્દ્રથી રસોડું લઈને જતા રસ્તામાં વાહનોમાં આકસ્મિક રીતે રસ્તો બંધ થાય તો શાળામાં સમયસર પહોંચી શકાશે નહીં, આ યોજનામાં ગુજરાત રાજ્યમાં 96000 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાં ખાસ કરીને આદિવાસી,વિધવા, ત્યાકતા જેવી 80% થી વધુ બહેનો ફરજ બજાવે છે, એનજીઓને આપવાથી આ તમામ કર્મચારીઓની રોજગારી છીનવાઈ જશે અને બેરોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે, પ્રાથમિક શાળાઓમાં મહત્તમ ગરીબ બાળકો અભ્યાસ કરતા હોય છે, તેમને આજ દિન સુધી ગુણવત્તાંયુક્ત પૌષ્ટિક ગરમાગરમ ભજન પીરસાતું હતુ, જે ભોજન સમયસર મળશે નહીં જેથી આવેદનપત્ર થકી જણાવ્યું હતું કે આ યોજના ખાનગી સંસ્થાઓને ન સોંપવા વિનંતી કરી હતી.




