
ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે મંડળ પ્રમુખ બાદ હવે જિલ્લા પ્રમુખ બનવા માટે કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગ રૂપે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે પ્રક્રિયા કરાઈ હતી. જેમાં કુલ 17 જેટલા ઉમેદવારી પત્ર ભરાતાં અનેક ચર્ચા જાગી છે.
રાજ્યમાં હાલ ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે દરેક તાલુકામાં મંડળ પ્રમુખ બાદ હવે જિલ્લા સંગઠન પ્રમુખ બનવા માટે ચૂંટણી પદ્ધતિ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં ભારે ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના મંડળોમાં પ્રમુખ બનવા માટે હોડ જામી છે. સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવા લાઈનો લાગી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 17 જેટલા ઉમેદવારએ પોતાની દાવેદારી રજૂ કરી હતી.
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની અને ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ચૂંટણી અધિકારી જીવરાજભાઈ, સહાયક ડો શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારી કેતનભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પટેલની ઉપસ્થિતમાં કામગીરી કરાઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ ભરત રાઠોડ સહિત 17 જેટલા ઉમેદવારએ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારોએ ઉમેદવારીપત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. થોડાં દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે ભાજપ ક્યાં નામ પર મહોર લગાવે છે.
મળતી માહિતી મુજબ, ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ બનવા દાવેદારી નોંધાવી છે. દાવેદારી નોંધાવનાર આ એક માત્ર મહિલા ઉમેદવાર છે.
ઉમેદવારોના નામ
- અનિલ શાહ – પીપોદરા, માંગરોળ
- જીતેન્દ્ર ડાહ્યાભાઈ – બારડોલી
- ભરતભાઈ રાઠોડ – કામરેજ
- મહેશભાઈ વસાવા – બારડોલી
- બળવંતભાઈ પંચાલ – તરસાડી, માંગરોળનગર
- કિશોરસિંહ કોસાડા – તરસાડી, માંગરોલ
- રાજેશ ભગુભાઈ વસાવા – માંગરોળ
- દીપકભાઈ વસાવા – માંગરોળ
- કિશોરભાઈ માહ્યાવંશી – બારડોલી
- અજિતસિંહ રાઉલજી – ઓલપાડ
- જયેશભાઈ પટેલ – માંગરોળ
- ધર્મેન્દ્રસિંહ સોલંકી – માંગરોળ
- કાંતિભાઈ પટેલ – ઓલપાડ
- ભરતભાઈ પટેલ – માંગરોળ
- વિમલભાઈ પટેલ – ઓલપાડ
- આશિષ ભાઈ ઉપાધ્યાય – માંડવી
- ઝંખના પટેલ – ચોર્યાસી



