માંડવી

માંડવીના ઇસર-આમલી, લાખી ડેમ વિસ્થાપિતોની જમીનના બદલામાં જમીનની માંગણી

માંડવીના ઈસર–આમલી તથા લાખી ડેમના ખેડુતો ઘણા સમયથી પોતાની જમીન ડેમના નિર્માણ વખતે જતા વિસ્થાપિતો જમીનના બદલામાં જમીનથી ખેતપેદાશ ઉત્પન્ન કરીને પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકે તેવી માંગ કરી રહ્યા છે જેમાં ઈસર–આમલી લાખી ડેમના વિસ્થાપિતોએ ગત મહિને રાજ્યપાલને સંબોધીને આવેદન આપ્યું હતું જેમાં હાઇકોર્ટના ચુકાદા આવી ગયો હોવા છતાં વિલંબ થઈ રહ્યો છે.

જમીન ફાળવવા માટે માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ પગલે રિપોર્ટ તૈયાર કરીને કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જે પગલે આગેવાનોએ હાઇકોર્ટના ચુકાદાને અમલીકરણ કરાવા માટે પ્રશાસન સાથે કલેકટર સાથે થયેલ બેઠક અંગેની ચર્ચા કરી હતી, જોકે નિર્ણય બાબતે વિસ્થાપિત ખેડૂત આગેવાનો દ્વારા માલધા ચોકડી પાસે બેઠક મળી હતી.

બેઠકમાં ઈસર–આમલી તથા લાખીડેમના વિસ્થાપિતો હાઇકોર્ટના ચુકાદાને અમલીકરણ કરાવા માટે પ્રશાસન સાથે કલેકટર સાથે થયેલ બેઠક અંગેની ચર્ચા કરી આગામી દિવસોમાં વિસ્થાપિત ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે એ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ખેડૂતો દ્વારા વન વિભાગ દ્વારા લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર બનાવવા જઈ રહ્યું છે જે અંગે ચર્ચા કરી વિસ્થાપિત ખેડૂતોને પણ તેમના હકની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.

Related Articles

Back to top button