નર્મદા

રાજપીપળામાં રોજની 300થી વધુ ઓપીડી છતાં ઓક્સિજનના બંને યુનિટ બંધ હાલતમાં

નર્મદા જિલ્લામાં મેડીકલ કોલેજ સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલ આવેલી હોવા છતાં ઓકિસજનના બંને યુનિટ બંધ હાલતમાં જોવા મળી રહયાં છે. કોરોના બાદ એચએમપીવી વાયરસના કેસ સામે આવતાં સરકારે દરેક જિલ્લામાં તકેદારીના પગલાં ભરવા સૂચના આપી છે પણ દિવ્યભાસ્કરની તપાસમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી હતી. હોસ્પિટલમાં રોજના 300 કરતાં વધારે દર્દીઓ વિવિધ બિમારીઓની સારવાર માટે આવી રહયાં છે.

કોરોનાની મહામારી સમયે લગાવવામાં આવેલાં ઓકિસજન યુનિટ ખૂદ ઓકિસજન પર હોય તેમ જોવા મળ્યાં હતાં. સિવિલ હોસ્પિટલમાં હજી આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. રાજપીપળા સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ હાલ બની રહ્યું છે. જેને હાલ નવી આયુર્વેદિક હોસ્પિટલમાં ચલાવવામાં આવી રહી છે. 150 બેડની સુવિધા છે પણ આઇસોલેશન વોર્ડ જોવા મળ્યો ન હતો. સિવિલ હોસ્પિટલ ખાતે 2021-22 માં ખાનગી કંપનીઓ તરફથી 1000 લીટરની ક્ષમતાવાળા બે પ્લાન્ટ આપવામાં આવ્યાં હતાં પણ બંને બંધ હાલતમાં છે.

આ બંને પ્લાન્ટ ચાલુ થાય તો 500 દર્દીઓને ઓકિસજન આપી શકાય તેમ છે. પ્લાન્ટની હાલ જરૂર નથી અમને સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું છે કે આપડે આ વાયરસ ને પોનચી વળવા તૈયાર રહેવું પડશે, માસ્ક, મોજા પહેરી તકેદારી રાખવા મા આવશે, ઓકસિજન નાં પ્લાન્ટ હાલ બંધ છે. હાલ જરૂર નથી. પણ અમે ત્રણ, ચાર મહિને ટેસ્ટીનગ કરીએ છે. જરૂર પડશે તો અમે આ વાયરસ સામે પોહંચી વળવા સક્ષમ છે. > જનક માઢક, જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદા

ખેતરમાં કેમિકલ યુક્ત દવાનો છંટકાવ નહીં કરવા તેમજ વધુ ઠંડી પડવાથી કોઈ પણ પ્રકારની ખેતી પાકને નુકસાન નથી પરંતુ વધુ પડતા પવનના કારણે જે ખેડૂતોએ તુવેરનું વાવેતર મોડું કર્યું હશે. તેમના પાક માં હાલ ફૂલ આવ્યા હશે તો તે ખરી જવાની શક્યતા છે. કેળના પાકને ટેકા આપી દેવાના રહેશે. જેથી પવનના કારણે તેને કોઈ નુકસાન કે પડી જવાની સંભાવના ઓછી રહે છે. ભરૂચ જિલ્લામાં હાલ ખેડૂતોએ રવિ પાકની વાવણી કરી છે. માવઠાની આગાહીના કારણે પાકને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા પણ ખેડૂતોએ કરી રાખવી જોઇએ.

Related Articles

Back to top button