નર્મદા નદીની આસપાસના મોલેથા- નરખડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા પાંચ ટ્રકો સહિત 1કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

નર્મદા નદીના નરખડી ભાઠા માંથી નદીમાં પાઇપો ગોઠવી પૂળિયું બનાવી જેના પરથી ટ્રકો હાઇવા પસાર કરી મોટી માત્રામાં રેતી, ગ્રેવલ જેવા ખનીજની કેટલાક લોકો મોટાં પાયે ચોરી કરાતી હોવાની લેખિત ફરિયાદ સુરત ફ્લાઈંગ સ્કોર્ડને કેટલાક લોકોએ કરી હતી. સુરતની ફ્લાઈંગ સ્કોર્ડ નર્મદા અને વડોદરા ખાતેની નર્મદા નદીના પટમાં સર્ચ વોચ હાથ ધર્યો હતું.
નર્મદા ખાણખનીજ વિભાગની ટીમ પણ જોડાઈ અને અંતે બુધવારના રોજ સુરત ફલાઈગ સ્કર્વોડના વડા દિનેશ પવાયાની સુચનાથી રોઈલ્ટી ઈન્સપેક્ટર હિતેશ .જે .પટેલ, માઇન્સ સુપરવાઇઝર વિજય વસાવા તથા અન્ય ફીલ્ડસ્ટાફ સાથે વડોદરા – નર્મદા જિલ્લા માંથી પસાર થતી નર્મદા નદીની આસપાસના મોલેથા- નરખડી વિસ્તારમાં સાદી રેતીની ચાલતી ગેરકાયદે પ્રવૃતિ અન્વયે તપાસ હાથ ધરતા સાદી રેતી ખનીજનું ગેરકાયદે વહન કરતા 5 ટ્રક ડમ્પરો ઝડપાઇ ગયા હતા. ખાણ ખનીજની ટીમને જોતા હાઇવા ચાલકોને પકડવામાં આવેલ તેમજ ગેરકાયદે સ્થળની માપણી કરવામાં આવેલ છે. સદર તપાસમાં એક કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી સેગવા પોલીસ સ્ટેશન રાખવામાં આવેલ છે.
સુરતની આ ફ્લાઈંગ સ્કોર્ડ પોલીસ સાથે આવી હોય હાઇવા ચાલકોને કોણ આ રેતીની ગેરકાયદેસર ચોરી કરતા હોવાની તથા તેમના મલિક કોણ છે. જે બાબતની પૂછપરછ કરતા ચાલકોએ કોઈ જવાબ ના અપાતા આધિકારીઓએ સખ્તી થી પૂછપરછ કરી હતી. પરંતુ હજુ તેઓના નામ બહાર આવ્યા નથી ખાણ ખનીજ વિભાગ આ બાબતની તપાસ ચાલુ છે. સાથે સેગવા પોલીસને પણ તાપસ સોંપી છે. આગામી દિવસોમાં આ ખનીજ ચોરીમાં કેટલા માથા છે તે બાબતની તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં મોટા રાજકીય આગેવાનો નો પણ હાથ હોવાનું બહાર આવ્યું છે. જેમણે આ ટ્રકો છોડાવવા ઘણા ધમપછાડા કર્યા હોવા છતાં અધિકારીઓ એ મચક ના આપી હોવાની પણ વાત હાલ ચર્ચાઈ રહી છે.




