નેત્રંગની કુમારશાળામાં ઓરડા તોડી પાડયાં, 162 છાત્રો હોલમાં ભણવા મજબૂર

નેત્રંગ ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાના જર્જરીત 7 ઓરડા તોડી પાડવામાં આવ્યા પંરતુ નવા બાંધકામની કામગીરી હજી સુધી શરૂ નથી. શાળાના 162 જેટલા વિદ્યાર્થીઓ એક જ હોલમાં ભણવા મજબૂર બન્યાં છે .શિક્ષણ વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ બાળકો બની રહ્યા છે.હંગામી ધોરણે વ્યવસ્થા નહિ કરી તેની પહેલા ઓરડા તોડાવી નાખ્યા હવે શાળાના બાળકોની પરીક્ષા આવશે તો કંઈ રીતે એક હોલમાં પરીક્ષા આપશે તે એક મોટી સમસ્યા છે.
10 દિવસમાં કામ ચાલુ કરવા સૂચના
હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવશે.આજે જ એજન્સીને કામ ચાલુ કરવા સૂચના આપી છે 10 દિવસમાં કામ ચાલુ કરવા કહ્યું છે.વિદ્યાર્થીઓનો એક હોલમાં પરીક્ષા લેવી પણ અઘરી છે .હાલ તકલીફ તો છે જ પરંતુ તાત્કાલિક વ્યવસ્થા કરી બાળકોનું ભણતર ના બગડે તેનું ધ્યાન રાખવામાં આવશે. સુરેશ વસાવા, ટીપીઈઓ નેત્રંગ
કેટલાનું ટેન્ડર છે તેની ખબર નથી
મહિનો થયો હજુ 6 ઓરડા તોડ્યા તેને અને છોકરાઓ એમના ઓરડા છે તેમાં અને એક ખુલ્લો શેડ છે ત્યાં ભણે છે.એજન્સી ક્વિક પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમીટેડ છે એનું કેટલાનું ટેન્ડર છે એ મને ખબર નથી એ ગાંધીનગરથી નક્કી થતું હોય છે.મારે સુપરવિઝન કરવાનું હોય છે .વર્ક ઓર્ડર એજન્સી અને સ્કૂલ પાસે જાય મારી પાસે ના આવે .એને પજેશન આપ્યા પછી એક વર્ષ તૈયાર કરતા થાશે જેમાં 6 ઓરડા અને શૌચાલય પણ છે. પંકજ પટેલ, ટીઆરપી




