અંકલેશ્વરમાં જૂની-નવી દીવી વચ્ચે એક જ ગ્રામ પંચાયત રાખવા ઠરાવ

અંકલેશ્વર તાલુકાના જૂની દીવી અને નવી દીવીને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માગના સંદર્ભમાં ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં હાજર મોટાભાગના લોકોએ બંને ગામો વચ્ચે એક જ ગ્રામ પંચાયત રહે તેવી તરફેણ કરતાં હવે એક જ ગ્રામ પંચાયત રાખવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. જૂની દીવીના રહિશોએ તેમને અલગ ગ્રામ પંચાયત આપવામાં આવે તેવી માગણી કરી હતી. એક જ ગ્રામ પંચાયત રાખવાની તરફેણમાં 460 અને વિરૂધ્ધમાં 96 લોકોએ સહમતી દર્શાવી હતી. નર્મદા નદીમાં આવેલાં પૂર બાદ દીવી ગામ બે ભાગમાં વહેંચાઇ ગયું છે એક ગામ જૂની દીવી અને બીજું નવી દીવી તરીકે ઓળખાય છે.
પહેલાંના સમયથી જૂની અને નવી દીવી વચ્ચે એક જ ગ્રામ પંચાયત હતી. જૂની દીવીના રહીશોએ તેમને અલગ ગ્રામ પંચાયતની ફાળવણી કરવામાં આવે તેવી માગણી કરી હતી. ગ્રામ પંચાયતો અલગ કરવા સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં વિશેષ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં બંને ગામને અલગ ગ્રામ પંચાયત ફાળવવી કે એક જ પંચાયત રાખવી તેના અંગે લોકોની સહમતી જાણવામાં આવી હતી.
બંને ગામ વચ્ચે અલગ ગ્રામ પંચાયત તરફ ઓછા લોકો અને એક જ ગ્રામ પંચાયત તરફ વધારે લોકોએ તરફેણ કરતાં હવે એક જ ગ્રામ પંચાયત રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી રેકોર્ડ પર પર દીવી ગામ જ બોલાય છે. પરંતુ ભૂમિગત રીતે જુના સ્થાન પર રહેતા લોકો તરફથી તેને જૂની દીવી ગામ આપ્યુંછે. જયારે પૂર બાદ અલગ નવી દીવી ગામ વસ્યું છે.
સહમતીના આધારે નિર્ણય લેવાયો છે
અલગ ગ્રામ પંચાયતની માંગ થઈહતી જે અંગે વિશેષ ગ્રામ સભાબોલાવવામાં આવી હતી. જેમાં બને ગામનાલોકો પાસે મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં બંને ગામ સાથે રહેવાનામુદ્દે લોકોએસૌથી વધુ મતદાન કર્યું હતું જયારે અલગ રહેવા ના મુદ્દે ઓછું મતદાન થયું હતું. હવે વિગતવાર ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવશે. > એચ.જી.બારોટ, ટીડીઓ, અંકલેશ્વર




