નર્મદા
એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરામાં 11 વર્ષીય બાળકે ગળે ફાંસો ખાધો

તિલકવાડાના રૂપપુરા ગામના બાળકને ગોરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવો નહિ હોવાથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોયઝ હોસ્ટેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરા કોલોની ખાતે વોર્ડનની નોકરી કરતા વિક્રમકુમાર સિંગનાએ પોલીસમાં જાણ કર્યા મુજબ તિલકવાડાના રૂપપુરા ગામના 11 વર્ષીય યુવરાજ રામા તડવી તેમની શાળામાં અભ્યાસ કરતો હતો. 11મી તારીખના રોજ તે હોસ્ટેલમાં ન રહેવા બાબતે રડતો હતો તેને સમજાવીને હોસ્ટેલના રૂમમાં મોકલી દેવામાં આવ્યો હતો. જયાં તેણે હોસ્ટેલના રૂમની બારીની ગ્રીલ ઉપર દોરી બાંધી ને ગળે ફાંસો ખાઈ લેતા સારવાર માટે એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટર એ તેને મૃત જાહેર કરતા સલામતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




