ડાંગ

ખો-ખો વર્લ્ડ કપ 2025માં ડાંગની દીકરી ઓપીના સહિત ભારતીય ટીમની ધમાકેદાર વિજય શરૂઆત

દિલ્હીમાં રમાઈ રહેલા ખો-ખો વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે રમાયેલી મેચમાં ભારતે સાઉથ કોરિયાને 175-18ના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. આ વિજયમાં ગુજરાતની ડાંગ જિલ્લાની દીકરી અને ગુજરાત ખો-ખો ટીમની કેપ્ટન ઓપીના ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઓપીના ભીલાર માટે આ મેચ વિશેષ હતી કારણ કે તે તેમનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ હતું. દિલ્હીથી ફોન પર વાત કરતા ઓપીનાએ જણાવ્યું કે તે આજે સાંજે ઈરાન અને 16મી તારીખે મલેશિયા સામેની મેચમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે.

ભારતીય ટીમના કોચ સુમિત ભાટિયા અને ગુજરાતના કોચ સુનિલ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઓપીના સહિત સમગ્ર ટીમ ખૂબ મહેનત કરી રહી છે. આ વિજય સાથે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપમાં પોતાની દાવેદારી મજબૂત કરી છે અને આગામી મેચો માટે આત્મવિશ્વાસ મેળવ્યો છે.

Related Articles

Back to top button