માંડવી

માંડવીના ટીટોઇ ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થવા છતાં આજ દિન સુધી સ્મશાન ભૂમિનું કામ પૂરું કરવામાં આવતું નથી.

વિકાસશીલ ભારત, વિકાસશીલ ગુજરાતમાં વિકાસના નામે આચરાતી ગેરરિતીઓ....

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ટીટોઇ ગ્રામ પંચાયતની અંદર 2020/2021માં સ્મશાન ભૂમિનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જે આજ દિન સુધી પૂર્ણ ન થતાં કામની ખાતાકીય તપાસ માટે લોક માંગ ઉઠી છે.

વિકાસશીલ ગુજરાતમાં વિકાસના નામે અનેખો દેખાવ કરવામાં આવી રહ્યો હોય એમ સને 2020-21માં ટીટોઈ ગામે મંજૂર થયેલ સ્મશાન ભૂમિનું કામ ટેન્ડર પ્રક્રિયામાં જે તે એજન્સીએ કામ લઈ લીધા પછી તે શરતોને આધીન પૂર્ણ ન થતાં ગ્રાન્ટ ઓછી પડવાને લઈ ફરી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ટીટોઇ ગામે બનતા સ્મશાનભૂમિના બાંધકામમાં રકમ ખૂટતા ફરી ગ્રાન્ટની માંગણી કરતા ગ્રાંટ મળતા હજુ પણ વર્ષ 2024/25માં આ કામ  પૂર્ણ કરવામાં આવ્યું નથી. સદર બાંધકામ તદ્દન ગોકુળિયા રાહે જે તે જવાબદાર એજન્સીના મનસ્વી પ્રમાણે આ સ્મશાન ભૂમિનું કામ બાંધકામ કરવામાં આવી રહ્યું છે એવી લોકો વચ્ચે ચર્ચાનો વિષયે વેગ પકડ્યો છે.

ટીટોઇ ગામના લોકો કામ ક્યારે પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતને ક્યારે સુપરત કરશે તેની રાહ જોઈ બેઠા છે. ત્યારે સ્મશાન ભૂમિના બાંધકામની જગ્યાએ જ્યાં લોખંડની સગડી મૂકવાની હોય ત્યાં ખાડો રાખવામાં આવતો હોય જે ખાડો પણ જવાબદાર એજન્સી મારફતે તેના ડિઝાઇનર એન્જિનિયર મારફતે તે ખાડો રાખવામાં આવ્યો નથી. આમ વિકાસશીલ ગુજરાતમાં વિકાસના નામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. એક બાજુ સ્મશાન ભૂમિના બાંધકામની ગ્રાન્ટ ટીટોઇ ગામને પ્રાપ્ત થનાર હતી, તે જાણવા પછી જે તે એજન્સીએ ટેન્ડરમાં તેને મળેલી શરતો મુજબ તે એજન્સી એ કામ રાખ્યું હતું. ત્યારે તે સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા સદર કામ નાણાકીય જોગવાઈ ઓછી પડવાના કારણે ફરી ગ્રાન્ટ માંગવામાં આવી હતી. સરકાર તરફથી ગ્રાન્ટ મળવા છતાં આજ દિન સુધી સ્મશાન ભૂમિનું બાંધકામ કેમ પૂર્ણ કરવામાં આવતું નથી? જેથી તપાસનો વિષય બનવા પામ્યો છે! ત્યારે આવી કામગીરી કરનાર એજન્સી સામે તટસ્થ તપાસ કરી એજન્સી સામે કાયદેસરના પગલાં ભરી પેનલ્ટી દંડ વસુલવામાં આવે, અને તાકીદે ટીટોઇ ગ્રામ પંચાયતની અંદર બનતા સ્મશાન ગૃહનું બાંધકામ તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી ત્યાંના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button