તાપી

વ્યારામાં ઉજ્જવલ સ્મોલ બેંકમાં 56 ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારને પોલીસે પકડયો

વ્યારા નગરમાં અંબિકા પેલેસમાં આવેલ ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક માં 56 ગ્રાહકો સાથે બેંકના કસ્ટમ રિલેશન ઓફિસર દ્વારા 8 લાખથી વધુની રકમ બેંક અને ગ્રાહક સાથે છેતરપિંડી કરતા જે અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં પોલીસ દ્વારા કસ્ટમ ઓફિસરની ઘરેથી અટક કરી હતી. વ્યારા નગરમાં ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેન્કની શાખા આવેલી છે.

જેમાં કસ્ટમ રિલેશન ઓફિસર (સીઆરઓ )તરીકે નચિકેતા રાજેશભાઈ સરોદે (રહે દાદરે ફળિયુ,વ્યારા) ફરજ બજાવે છે. જેમણે ફરજ દરમિયાન એક ફેબ્રુઆરી 2022થી 1 જુન 2024 દરમિયાન બેંકના ગ્રાહકોના નિયમિત હપ્તા, લોન ક્લોઝ હપ્તા, લોન પોકેટિંગ અને પર્સનલ લોન ના હપ્તા મળી કુલ 56 ગ્રાહકો પાસે 8.44.119 બેંકમાં જમા કરવાને બદલે પોતાના અંગત રીતે વાપરી નાખ્યા હતા.

જે બાદ તેમણે બેંકમાં 3.01.300 રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે બાકી રહેલા 5.43.119 રૂપિયા બેંકમાં ભર્યા નહોતા. જેને લઈને બેંકના મેનેજર દ્વારા થોડા દિવસ પેહલા વ્યારા પોલીસ મથકે બેંકના મેનેજર દ્વારા નચિકેતા રાજેશભાઈ સરોદે વિરુદ્ધ બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે વ્યારા પોલીસે તેના ઘરેથી અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Back to top button